શૈલેષ ચૌહાણ/હિંમતનગર : મહેતાપુરામાં રૂ ૨૨૦૦ માં નકલી RC બુક બનાવવાનું રેકેટ LCBએ ડમી ગ્રાહક મોકલી ઝડપી લીધું હતું. આ સાથે ઝડપાયેલા 3 આરોપી પાસેથી પ્રિન્ટર લેપટોપ મળી રૂ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે લઈને ચાર દિવસના મળેલ રિમાન્ડમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે, આવી જ રીતે હવે ગુન્હેગારોને પણ જાણે કે કોઈ ડર ના રહ્યો હોય એમ ખોટા કામ કરવા જાણે કે જિલ્લામાં હવે સામાન્ય બની ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેકર્સની ધમકી! પરીક્ષા યોજાશે તો સેંકડો વિદ્યાર્થીનીઓની બિભત્સ તસ્વીરો થઇ જશે વાયરલ


હિંમતનગર શહેરમાં આવી જ રીતે નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ કરવામાં આવતુ હતુ, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાંચને ગંધ આવી જતા આખરે ત્રણ આરોપીઓ જેલના હવાલે પહોંચ્યા છે. જો તમે સેકન્ડ હેન્ડ વાહન ખરીદતા હોય તો એક બે વાર નહીં પરંતુ સો વાર તેની ચકાસણી કરજો. માત્ર સેકન્ડ વાહન જ નહીં પરંતુ તમે જેની પાસેથી ખરીદી રહ્યા છો તે વાહન દલાલ કે એજન્ટને પણ જાણી લેજો. નહીંતર તમારે પસ્તાવાનો વખત આવી શકે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવી જ રીતે એક એજન્ટ ટોળકી ઝડપાઈ છે. તેમનુ કારસ્તાન વાહનના માલિકને પણ મુશ્કેલી સર્જી દે તેવુ હતુ. સ્થાનિક એલસીબીના પીઆઈને આ કારસ્તનની ગંધ આવી જતા એક પ્લાન ઘડ્યો હતો. જેમાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને રૂ ૨૨૦૦ માં નકલી આરસી બુક બનાવી આપતા આખુય કૌભાંડ સામે આવી ગયુ હતુ. તો આ ત્રણેય શખ્શો પોતે પણ ઓટો કન્સલટન્ટ તરીકે પણ કામ કરતા હતા.તેમાં સામે ગુનો બી-ડીવીઝન માં દર્જ કરાયો હતો.


ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે વર્લ્ડ હેન્ડવોશ ડેની ઉજવણી કરવામાં આવી


હિમતનગરના મહેતાપુર વિસ્તારમાં ત્રણ શખ્શો એક મકાનમાં નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ આરોપીઓ ચલાવતા હતા તો વાહનની નકલી જ આરસી બુક બનાવી દેતા હતા. આ માટે માત્ર બેથી ત્રણ હજાર રુપિયાની રકમ લેતા હતા. વાહનની લે વેચ કરનારા કેટલાંક લે ભાગુ એજન્ટોના સંપર્કમાં રહીને તેઓ વાહનની ખોટી આરસી બુક બનાવતા હતા. આવા લેભાગુ એજન્ટોને પણ વિવાદાસ્પદ વાહનને સરળતાથી વેચવા ઉપરાંત બે પૈસા વધુ મળી રહેતા હતા. પોલીસે ત્રણેય શખ્શોને ઝડપીને હાલ તો તપાસનો દોર શરુ કર્યો છે. એલસીબીને એક બાતમી મળી હતી. તે પ્રમાણે તેમણે એક ગ્રાહકના સ્વાંગમાં માણસ મોકલીને આવા એક વાહનનો નંબર આપી તેની આરસી બુક બનાવડાવતા નકલી બુક બનાવી આપેલ. 


અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલા કારમાં પટેલ પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાયા


જેથી તેમની સામે ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી છે,ત્રણેય શખ્શોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે કે કોણ આમા હજુ સંડોવાયેલુ છે. હિંમતનગર શહેરના મહેતાપુર વિસ્તારમાં એક કોમ્લેક્ષના મકાનને ભાડે લઈને આ કૌભાંડ આચરવામાં આવતુ હતુ. ત્રણેય શખ્શોએ સુરતથી એક ખાસ સોફટેવર પોતાના કોમ્પ્યુટરમાં ફીટ કરાવ્યુ હતુ. જેના વડે તે વાહનની વિગતો તે સોફટવેરમાં ભરી દઈને ખોટી આરસી બુક મીનીટોમાં જ પ્રિન્ટ કરી લેતા હતા.બિલકુલ અસલ આરસી બુક જેવી જ લાગતી નકલી આરસી બુક બની જતી હતી. 


જામનગર : સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી પહોંચશે


જેના બદલામાં માત્ર રૂ ૨૨૦૦ વસુલવામાં આવતા હતા. એલસીબી પોલીસે કોમ્પ્યુટર અને પ્રિન્ટરને પણ જપ્ત કરી લઈને હવે સોફટવેર આપનારની શોધ ચલાવી રહી છે. પોલીસને શંકા છે કે ચોરી અને લોનના વિવાદોમાં સપડાયેલા વાહનોને સિઝ કરી લીધા બાદ, બારોબાર જ વેચી દેવાનું રેકેટ પણ આવી જ આરસી બુક દ્વારા ચલાવાતુ હોઈ શકે છે. જેને લઈને હવે પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરવા માટે કોમ્પ્યુટરના ડેટાને પણ તપાસવામાં આવી રહ્યો છે, કે કયા નંબરના વાહનોની નકલી આરસી બુક પ્રિન્ટ કરી હતી. પોલીસને જો કે હવે આ બાબતે આરટીઓ કચેરીની આસપાસના વિસ્તારો અને પાણપુર વિસ્તારના શખ્સો પર પણ આશંકા છે કે તેઓ વાહનોની નકલી આરસી બુક બનાવડાવતા હતા અને તેમની પર પણ હવે એલસીબી દ્વારા ગાળીયો કસવામાં આવી શકે છે. એલસીબીએ ત્રણેય શખ્શોની ધરપકડ કરીને ચાર દિવસના રીમાન્ડ પણ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube