ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે વર્લ્ડ હેન્ડવોશ ડેની ઉજવણી કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા આજે ૨ જી ઓક્ટોબર- પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૩૨૪ જગ્યાએ હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી અંતર્ગત પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજય મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

Updated By: Oct 2, 2020, 04:41 PM IST
ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે વર્લ્ડ હેન્ડવોશ ડેની ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર : ગાંધી જયંતિએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ગુજરાતે કરી અનોખી ઉજવણી પાંચ લાખ બહેનો ૩૮૦૦થી વધુ સ્થળોએ હેન્ડ વોશિંગ-સેનીટાઇઝ કેમ્પેઇનમાં જોડાઈ. રાજ્યભરમાં ૮૩૫ નંદ ઘરના ઈ- ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન થયા. આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડનું ગૌરવ સન્માન. સ્વચ્છતા - સ્વસ્થતા ત્યાં પ્રભુતાનો મહાત્મા ગાંધીનો મંત્ર કોરોના સંક્રમણ સામે અપનાવી હારશે કોરોના - જીતશે ગુજરાત સાકાર કરવુ છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી. કોરોના કાળમાં હેન્ડ વોશિંગ કેમ્પેઈન રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. માસ્ક - હેન્ડ સેનિટાઈઝ કરવા - સોશિયલ ડિસ્ટન્સના પાલનથી જ કોરોના સામેની લડાઇ જીતી શકાશે. મહિલા સન્માન - ગૌરવ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. આંગણવાડી બહેનો ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે અભિનંદનને પાત્ર છે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિની રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકેની રાજ્યવ્યાપી ઉજવણીમાં ૩૮૦૦થી વધુ સ્થળોએ પાંચ લાખ બહેનો - માતાઓના હેન્ડ વોશિંગ કેમ્પેઇનના અભિનવ પ્રયોગનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા આજે ૨ જી ઓક્ટોબર- પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૩૨૪ જગ્યાએ હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. હેન્ડ વોશીંગ ડે ની ઉજવણી અંતર્ગત પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજય મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલા કારમાં પટેલ પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાયા

આજે 2જી ઓક્ટોબરના દિવસે સમગ્ર ભારતભરમાં લોકો ગાંધી જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેરઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા ગાંધીજીની  જન્મ જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે પાલનપુરના જામપુરા ખાતે ૩૨,૦૦૦ મહિલાઓ સહિત રાજયની પાંચ લાખ મહિલાઓએ એક સાથે હેન્ડવોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા. આવનારી પેઢીઓ બાપુના જીવનમાંથી પ્રેરણા મેળવે અને સ્વચ્છતાને ગુરૂમંત્ર બનાવી વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાવ્યું છે. 

જામનગર : સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી પહોંચશે

રાજય સરકાર દ્વારા ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા પોષણ અભિયાન ચલાવવામાં આવે છે. આમ અનેકવિધ અભિયાનસ્વરૂપ કામગીરીના લીધે ગુજરાત મોડેલની સમગ્ર દેશ અને દુનિયામાં પ્રશંસા થાય છે, તેમ વાસણભાઇ અહિરે જણાવ્યું હતું. જો કે આ પ્રસંગે મંત્રી દ્વારા જિલ્લાના ૧૧ નવા નંદઘરનું ઇ-લોકાર્પણ અને ૨૨ નંદઘરોનું ઇ-ભૂમિપૂજન તથા નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિ કેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડી કેન્દ્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પાલનપુર ઘટક-૪ તાલેપુરા કેન્દ્રના આંગણવાડી કાર્યકર રમીલાબેન વણસોલા અને તેડાગર બહેન નૂરજહાં શેખનું મંત્રી વાસણભાઈ આહીરના હસ્તે માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube