જામનગર : સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી પહોંચશે

જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. ત્યારે બાલાછડી સૈનિક સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.
જામનગર : સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી પહોંચશે

મુસ્તાક દલ/જામનગર :જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના 12 વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. ત્યારે બાલાછડી સૈનિક સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.

કેડેટ આદિત્ય કુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, કેડેટ અમન કુમાર, કેડેટ શુભમ મયંકસિંહ, કેડેટ વિશાલ પરમાર, કેડેટ દેવ સિંઘાનિયા, કેડેટ નિશાંત કુમાર, કેડેટ આદિત્ય કુમાર, કેડેટ ગોપાલ ભોર્ખાતરિયા, કેડેટ શુભમ કુમાર અને કેડેટ રાજીવ રંજન સ્કૂલના વિદ્યાર્થીઓ છે, જેઓએ UPSC NDA લેખિત પરીક્ષા અને SSB સફળતાપૂર્વક પસાર કરી છે અને NDAના પરિણામોના મેરિટમાં તેમનું નામ જોવા મળ્યું છે. સૈનિક સ્કૂલ બાલાછડી NDAમાં પ્રવેશ માટે કેડેટ્સને તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલી છે અને પોતાના પ્રારંભથી અત્યાર સુધી તે સફળતાપૂર્વક સંરક્ષણ સેવાઓમાં 400થી વધારે કેડેટ્સને મોકલી ચૂકી છે.

સૈનિક સ્કૂલ બાલાછડીના પ્રિન્સિપાલ ગ્રૂપ કેપ્ટન રવિન્દર સિંહે આ કેડેટ્સ અને તેમના પરિવારજનોને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કેડેટ્સને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેડેટ્સ ચોક્કસપણે સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે સંરક્ષણ સેવાઓમાં જોડાવવા સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે.

આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કમાન્ડર મનુ અરોરા, વહીવટી અધિકારી સ્ક્વૉડ્રન લીડર મહેશ કુમાર અને સ્કૂલના કર્મચારીઓએ સૈનિક સ્કૂલ બાલાછડીના આ ગૌરવશાળી વિદ્યાર્થીઓને તેમની હૃદયપૂર્ણ શુભકામનાઓ પાઠવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news