કોંગ્રેસમાં ભૂકંપના એેંધાણ, કોંગ્રેસના 15 જેટલા નેતાઓની મોઢવાડિયાના ઘરે ગુપ્ત બેઠક
દિનશા પટેલ, સિદ્ધાર્થ પેટલ, શૈલેષ પરમાર સહિતના સિનીયર નેતાઓ મોડી રાત્રે અર્જુન મોઢવાડિયાના ઘરે પહોચ્યા, જસદણ ચૂંટણી સીનિયર નેતાઓને બોલાવાયા ન હોવાથી નારાજગીનું પણ એક કારણ આ બેઠક હોઇ શકે છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપના એધાણ દેખાઇ રહ્યા છે. બુધવારે મોડી રાત્રે અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના સીનિયર નેતાઓની હાજરી રહી હતી, જેમાં દિનશા પટેલ, સિદ્ધાર્થ પટેલ, અને શૈલૈષ પરમાર સહિતના સીનિયર નેતાઓનું મનોમંથન યોજાયું હતું. તો બેઠકમાં કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. આશરે 14 જેટલા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક થવાથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસમાં ભંગાણ થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
જસદણ પેટા ચૂંટણીમાં થયેલા સીનિયર નેતાઓની અવગણના થતા કોંગ્રેસના સીનિયર નેતાઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના સીનિયર નેતાઓ હાજર રહ્યા હતા. જસદણ પેટા ચૂંટણીમાં સીનિયર નેતાઓની અવગણના સિવાય બીજુ એક મહત્વનું કારણ છે, કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરાતા મોટા ભાગના સીનિયર નેતાઓમાં પક્ષ માટે નારાજગી દેખાઇ રહી હતી.
વધુ વાંચો...સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં સૌથી વધારે પોલીસ ખાતામાં અને મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી દ્વારા યુવાનેતાઓને મહત્વ આપવામાં આવતા પરેશ ધાનાણીને પણ વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. જ્યારે તેથી પણ મોટા ભાગના કોંગ્રેસના સીનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. અને તેને લઇને અશરે 14 જેટલા નેતાઓ દ્વારા મોઢવાડિયાના ઘરે એક ગુપ્ત બેઠકનું આયોજન કર્યું હતું.
બેઠકમાં હાજર રહેલા નેતાઓના નામ
- અલ્પેશ ઠાકોર
- અર્જુન મોઠવાડિયા
- દિનશા પટેલ
- સિદ્ધાર્થ પટેલ
- શૈલેષ પરમાર
- તુષાર ચૌધરી
- રાજુભાઇ પરમાર
- ઇન્દ્રવિજયસિંહ ગોંહિલ
- સાગર રાયકા
- નરેશ રાવલ
- સોમાભાઇ
વધુમાં વાંચો...સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ચાર પ્રવાસ સ્થળોએ શરૂ થશે સીપ્લેનની સુવિધા
મહત્વનું છે, કે ઝી 24 કલાક દ્વારા અલ્પેશ ઠાકોર સાથે વાતચીત કરતા અલ્પેશે જણાવ્યું કે પાર્ટીમાં નેતૃત્વ વાળા લોકો હારની જવાબદારી લેવા માટે તૈયાર નથી. કોઇને અપમાનીત કરીને રાજનીતી કરવાનો કોઇ અર્થ નથી. પક્ષમાં સીનિયર નેતાઓને સાથે રાખીને કામ કરવું પડશે. આ અંગે સીનિયર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને પણ રજૂઆત કરવામાં આવશે. અને તેમાં ગુજરાત કોંગ્રેસનું વ્યવસ્થા પરિવર્તન અંગેની વાત કરવામાં આવશે.
[[{"fid":"196705","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"alpesh-Thakor","field_file_image_title_text[und][0][value]":"alpesh-Thakor"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"alpesh-Thakor","field_file_image_title_text[und][0][value]":"alpesh-Thakor"}},"link_text":false,"attributes":{"alt":"alpesh-Thakor","title":"alpesh-Thakor","class":"media-element file-default","data-delta":"1"}}]]
અર્જુન મોઢવાડિયા સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને મનો મંથન કરવામાં આવ્યું હતું. જે લોકો કોંગ્રેસમાંથી દૂર થયેલા તેમને એક કરવા માટે વાત કરી હતી. પરંતુ આ નેતાઓ સાથે વાત કરતા ત્રણેયના એક જ સૂર લાગી રહ્યા છે. મૂળ વ્યવહાર અને વ્યવસ્થામાં અસંતોષ હોય તેવું પણ આ ગુપ્ત બેઠક થઇ હોય તેવું લાગી રહ્યું છે.