ઝી બ્યુરો/ગાંધીનગર: ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે (બુધવાર) વહેલી સવારે નાદુરસ્ત તબિયતના કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાંજે ચાર વાગ્યે એન્જોગ્રાફી કરવામાં આવશે. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત હાલ સુધારા પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે! અંબાલાલની ભયાનક આગાહી


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આજે સાંજે બાયપાસ સર્જરી (એન્જોગ્રાફી ) કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.


માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું


કોણ છે ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા?
ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ  ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમના પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, જ્યારે તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે. તેમણે વર્ષ 1970માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. તેમજ વર્ષ 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ કર્યું છે અને વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. 


ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ


ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. જો કે તેમની જીત બાદ વિવાદ પણ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.


યમુનાના પાણીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પૂરનું જોખમ વધ્યું, કેજરીવાલે બોલાવી બેઠક