અડધી રાત્રે ચીસાચીસ, લોહીની પીચકારીઓ ઉડી, જાણો સાબરકાંઠામાં ત્રિપલ મર્ડર કેસની ધ્રુજાવી નાંખે તેવી કહાની
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના અજાવાસમાં બુધવારની મધરાત બાદની રાત્રી ખાટલામાં સુઈ રહેલા પિતા અને પાચ વર્ષીય પુત્ર માટે કાલરાત્રી બની ગઈ હતી. બુધવારની રાત્રીએ અજાવાસના લલ્લુભાઈના બનેવીના ભાઈ જીજણાટ ગામેથી રમેશભાઈ તેમના ઘરે આવ્યા હતા.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: રાજ્યમાં હત્યાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. પોશીનાના અજાવાસમાં બનેવીના ભાઈએ ખાટલામાં સુઈ રહેલા પિતા-પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પિતાના ભાઈએ બનેવીના ભાઈની હત્યા કરી નાખી હતી. જેને લઈને પોશીના પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કે કોલેજમાં નહિ જવું પડે, શરૂ કરાશે ડિજીટલ યુનિ.
આ મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના અજાવાસમાં બુધવારની મધરાત બાદની રાત્રી ખાટલામાં સુઈ રહેલા પિતા અને પાચ વર્ષીય પુત્ર માટે કાલરાત્રી બની ગઈ હતી. બુધવારની રાત્રીએ અજાવાસના લલ્લુભાઈના બનેવીના ભાઈ જીજણાટ ગામેથી રમેશભાઈ તેમના ઘરે આવ્યા હતા. રાત્રીએ બનેવીના ભાઈ અને લલ્લુભાઈનો આખો પરિવાર ઘરમાં સુઈ ગયો હતો. રાત્રીના એક વાગ્યાના સમય અચાનક ઘરમાં ચીસાચીસ થઇ ગઈ હતી. જોતજોતામાં બનેવીના ભાઈ રમેશભાઈએ હાથમાં કુહાડી લઈને લલ્લુભાઈ અને કલ્પેશના માથામાં મારી હતી જેને લઈને ઘરમાં લોહીની પિચકારીઓ ચારે તરફ ઉડી હતી.
અમદાવાદમાં સી પ્લેનની રાહ જોઈને બેસ્યા છો તો સરકારે આપેલો આ ફાઈનલ જવાબ જાણી લેજો
આ ભયાનક દ્રશ્ય જોતા જ લલ્લુભાઈની પત્ની હિમત રાખીને છોકરાઓ અને છોકરીને લઈને ઘરની બહાર દોડી ગઈ હતી અને બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ ભેકાર રાત્રીએ મૃતક પતિના ભાઈ મક્નાભાઈને બોલાવી લાવી હતી. તો બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
ટામેટાની ખેતી કરનારા ગુજરાતના ખેડૂતો થયા બરબાદ, બમણી આવકના ચક્કરમાં સર્વસ્વ લૂંટાયું
મક્નાભાઈએ ઘરની ઉપર છાપરાના પતરા ખોલી મુકેલા પથ્થર ભાઈના હત્યારા પર ફેંક્યા હતા અને અંદર ઉતરી બંને સામ સામે એક બીજા પર હુમલો કરતા હત્યારાનું મોત થયું હતું, તો મક્નાભાઈને પણ ઈજાઓ થઇ હતી. રાત્રી દરમિયાન બનેલ બનાવ અંગે પોશીના પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી. ત્યારબાદ જીલ્લા પોલીસ વડા પોલીસ કુમક સાથે ઘટના સ્થળે પહોચીને નિરીક્ષણ કર્યું હતું. ત્રણેય મૃતદેહોને પોશીના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.હત્યાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
દ્રાક્ષની ખેતીનો ગુજરાતમા ડંકો વાગ્યો,કિસાન ધારે તો સોનું પણ ઉગાડવાની ધરાવે છે તાકાત
- પિતા-લલ્લુભાઈ લાડુભાઈ ગમાર-ઉવ-૪૫,ખેતી, અજાવાસ, તા.પોશીના
- પુત્ર-કલ્પેશ લલ્લુભાઈ ગમાર-ઉવ-૫, અજાવાસ, તા.પોશીના
- બનેવીના ભાઈ-રમેશભાઈ ઉદાભાઈ બુબડીયા-ઉવ-૩૦, જીજણાટ, તા.પોશીના
- મક્નાભાઈ લાડુભાઈ ગમાર-ઉવ-૫૦, ખેતી, અજાવાસ. તા.પોશીના
- પોશીના થી ૫ કિમી અજાવાસ આવેલું અને અજાવાસ થી ચાર કિમી જીજણાટ આવેલું છે.