ટામેટાની ખેતી કરનારા ગુજરાતના ખેડૂતો થયા બરબાદ, બમણી આવકના ચક્કરમાં સર્વસ્વ લૂંટાયું

ચોમાસા બાદ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને કારણે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ અને ક્યાંક કરા સાથે થઈ રહેલા વરસાદે ખેડૂતોના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે.

ટામેટાની ખેતી કરનારા ગુજરાતના ખેડૂતો થયા બરબાદ, બમણી આવકના ચક્કરમાં સર્વસ્વ લૂંટાયું

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના દિહોર ગામના ખેડૂતનો 4 વિધાનો ટામેટાનો પાક બગડી ગયો છે. વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારના કારણે ટામેટાના પાકને વ્યાપક અસર થઈ છે. ટામેટાનો પાક બગડી જતાં ખેડૂતને 1.5 લાખનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ચોમાસા બાદ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને કારણે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ અને ક્યાંક કરા સાથે થઈ રહેલા વરસાદે ખેડૂતોના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના ખેડૂત યોગરાજસિંહ ગોહીલ પોતાની 4 વિઘાની વાડીમાં ગાય આધારિત ખેતી પધ્ધતિ અપનાવી ટામેટાની ખેતી કરી રહ્યા છે. સાથે મલચીંગ પદ્ધતિ અપનાવવાથી ઓછા પાણીથી ખેતી કરવાનું તેઓએ શક્ય બનાવ્યું છે.

ટામેટાની ખેતી એ રોકડીયો પાક ગણાય છે, જેમાં તેઓને પ્રથમ સારું ઉત્પાદન અને ઉપાર્જન મળી રહ્યુ હતુ, અને જેના કારણે તેઓને એક વિધે 1 લાખ જેવી આવક થઈ રહી હતી. પરંતુ શિયાળા બાદ વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારના કારણે તેઓના ટામેટાના પાકને ખૂબ માઠી અસર પહોંચી છે. વારંવાર થઈ રહેલા માવઠા અને ભેજ વાળા વાતાવરણના કારણે ટામેટાનો પાક સુકાઈ રહ્યો છે. તેમજ તેમાં આવેલો આશરે દોઢ લાખનો ટામેટાંનો પાક બરબાદ થઈ ગયો છે. જેના કારણે તેઓને વિધે 40 થી 50 હજારનું નુકશાન થઇ રહ્યુ છે. 

માવઠાથી થયેલા નુકશાનમાં ખેડૂતોને સહાય ચૂકવવા માટે સરકાર દ્વારા સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારના આદેશને જાણે કે ઘોળીને પી ગયા હોય તેમ એકપણ કર્મચારી કે અધિકારીઓ નુકશાનના સર્વે માટે ફરક્યા સુદ્ધાં નથી, ત્યારે માવઠાને કારણે થયેલા નુકશાનનો સર્વે કરાવી સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news