એસવીપીમાંથી ભાગી ગયેલ દર્દી ઝડપાયો, પોલીસે કરાવ્યો હોસ્પિટલમાં દાખલ
શનિવારે આ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના RMO ડો. કુલદીપ જોશીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એલિસબ્રિજ પોલીસે આ વ્યક્તિને શોધીને ફરી દાખલ કરાવ્યો છે.
મૌૈલિક ધામેચા/અમદાવાદઃ શહેરમાં કોરોના પીડિતોની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. તો બીજીતરફ કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોની બેદરકારી પણ સામે આવી રહી છે. હવે નવો મામલો એસવીપી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. જ્યાંથી એક કોરોપના પોઝિટિવ દર્દી ભાગી ગયો છે. આ મામલે હોસ્પિટલના ડોક્ટરોએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરાર થયેલો દર્દી ઝડપાયો
હાલ જે કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો તેને પોલીસે ઝડપીને ફરી દાખલ કરાવી દીધો છે. હોસ્પિટલમાં બાઉન્સર તરીકે ફરજ બજાવતો યુવકને કોરોના લક્ષણ સામે આવતા તેનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેને કોરોના પોઝીટીવ આવ્યો હતો. પેશન્ટ કોરોના ડર ને કારણે ભાગી ગયો હતો જેને લઈને RMOએ એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને દર્દીને પકડી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પેશન્ટની પ્રાથમીક પૂછપરછમાં તે ઈદનો તહેવાર આવતા હોવાથી ભાગી ગયો હતો.
શું હતો મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર એસવીપી હોસ્પિટલમાં શુક્રવારે સવારે સરખેજમાં રહેતો એક અયુબ શેખ નામનો વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે રાત્રે તે એસવીપી હોસ્પિટલના B/1 વોર્ડમાંથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં આ દર્દી કેવી રીતે ફરાર થયો તે પણ મોટો સવાલ છે.
શનિવારે આ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના RMO ડો. કુલદીપ જોશીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે એલિસબ્રિજ પોલીસે દર્દીની શોધખોળ હાથ ધરી છે.
સિવિલમાં મૃતકના દાગીના અને સામાનની ચોરી કરતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ
એસવીપી હોસ્પિટલ સામે ઉઠ્યા સવાલ
એક તરફ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે અલગ વોર્ડ પણ છે. ત્યાં ડોક્ટર અને મેડિકલની ટીમ પણ હાજર હોય છે. દરેક વોર્ડની બહાર સિક્યોરિટી પણ હોય છે. ત્યારે આ વ્યક્તિ ભાગી જતાં એસવીપી હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર