અલકેશ રાવ/બનાસકાંઠા: ભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'માવજી પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે, ભાજપના ઉમેદવાર જંગી મતોથી વિજય થશે'


ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી. 


ગુજરાતના આ જિલ્લામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!


જોકે અન્ય 4 ચૉધરી પટેલોને પણ ભાજપે સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે ભાજપ જાણે અમે ભોગવશે. જે કર્યું એના કર્મોના ફળ ભોગવશે, જે વવાશે એ લણશે, એમને જે કર્યું તે એ ભોગવશે જ પ્રજા મારી સાથે છે મારી જીત ચોક્કસ થશે.


ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાશે મોટી ખાનાખરાબી! અંબાલાલની ડરામણી આગાહી


ભાજપ દ્વારા સસ્પેન્ડ થનાર લોકો


  • માવજી પટેલ-અપક્ષ ઉમેદવાર અને બનાસબેન્ક ડિરેક્ટર

  • લાલજી પટેલ-પૂર્વ ચેરમેન ભાભર માર્કેટયાર્ડ

  • દેવજી પટેલ-પૂર્વ ચેરમેન જિલ્લા ખરીદ વેચાણ સંઘ

  • દલરામ પટેલ-ચેરમેન માર્કેટયાર્ડ ભાભર

  • જામાંભાઈ પટેલ-પૂર્વ મહામંત્રી સુઇગામ તાલુકા ભાજપ