હનિફ ખોખર/જુનાગઢ : વન્ય પ્રાણી પ્રેમીઓ માટે ખુબજ સારા સમાચાર છે, જૂનાગઢ સક્કરબાગ ઝૂ કેટલાક નવા મહેમાનો આવી પહોંચ્યા છે, દિવાળીની ભેટ રૂપે આ વર્ષે તિરુપતિના પ્રાણી સંગ્રહાલયમાંથી સ્લોથ રીછની જોડી, ગોલ્ડાન શિયાળની જોડી, શાહુડીની જોડી, અને બાયસનની જોડી લાવવામાં આવ્યા છે. જેના કારણે વિશ્વ પ્રસિદ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસનું માળખુ વિખેરાયુ: જુથવાદ અને અસંતોષનું ભુત ફરી ધુણશે?


સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત એશિયાઈ સિંહની સામે સક્કરબાગ ઝુને કેટલાક નવા પ્રાણીઓ મળ્યા છે, આમ તો સક્કરબાગ ઝૂ દેશનું સૌથી જુનું અને સૌથી મોટું માનવામાં આવે છે. જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાએ 1863 માં એટલે કે આજથી 156 વર્ષ પહેલા કરી હતી. આજે સક્કરબાગ ઝૂમાં 1500 થી વધુ પ્રજાતિના પ્રાણીઓ છે, અને એટલેજ જૂનાગઢનું સક્કરબાગ ઝૂ દુનિયાભરના સહેલાણીઓનું નજરાણું બન્યું છે.


ઇસ્લામ વિરુદ્ધ બોલનારની હત્યાનું પ્રાવધાન છે: કમલેશના હત્યારાઓની ATS સમક્ષ નફ્ફટાઇથી કબુલાત


કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મળી શકે છે ખુશખબરી


ગત સપ્તાહે સક્કરબાગ ખાતેથી એશિયાઈ સિંહની જોડી સહિતના કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ તિરુપતિના ઝૂ ખાતે મોકલવામાં આવ્યા હતા, તેની સામે આજે તિરુપતિના પાંચ વર્ષના યુવાન દેવેન્દ્ર નામના વાઘ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને લાવવામાં આવ્યા છે, ખાસ કરીને એક યુવાન સફેદ વાઘ દેવેન્દ્રને એટલા માટે લાવવામાં આવ્યો છે કે તેનું મિલન સક્કરબાગ ઝૂની ૧૪ વર્ષની સફેદ વાઘણ યમુના સાથે બ્રીડીંગ કરાવીને નવા બચ્ચા મેળવી શકાય. આ અંગે સક્કરબાગ ઝૂના નિયામક ડો,અભિષેકકુમારે જણાવ્યું કે સક્કરબાગ ઝૂમાં એક જ વાઘ છે જે વૃધ્ધ થઈ ગયો છે. આ વાઘની પ્રજનન ક્ષમતા રહી નથી. જેથી તિરુપતિના એસ.વી.ઝૂ લોજીકલ પાર્કમાંથી પાંચ વર્ષનો દેવેન્દ્ર નામનો સફેદ વાઘ લાવવામાં આવ્યો છે. જેનું સક્કરબાગમાં રહેલી યમુના નામની સફેદ વાઘણ સાથે મિલન કરાવી બ્રીડીંગ પ્રોગ્રામ શરૂ કરીને નવા બચ્ચા પેદા કરવામાં આવશે.


સુરત: બેંકે ઘર બહાર નોટિસ લગાવતા ફજેતીનાં ડરે વધારે એક રત્ન કલાકારનો આપઘાત


સફેદ વાઘ ઉપરાંત તિરુપતિથી રીછની જોડી, શિયાળની જોડી, શાહુડીની જોડી, અને બાયસનની જોડી લાવવામાં આવી છે. આ તમામ પ્રાણીઓને હાલ ચાર સપ્તાહ માટે દેખરેખ હેઠળ રાખવામાં આવશે, ત્યાર બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. આ પ્રાણીઓની સામે સક્કરબાગમાંથી સિંહની એક જોડી, યમીન ડીયરની જોડી, ચિંકારાની બે જોડી, એઓકી પેલીકનની જોડી, કુંજની જોડી, બગલાની જોડી, ચાર ઝેબ્રા ફ્રીંચ મોકલવામાં આવ્યા છે. આગળના દિવસોમાં સક્કરબાગ ઝૂ માં હિમાચલપ્રદેશથી સ્લોથ બીયર (રીછ) અને પંજાબથી પક્ષીઓ આવનાર છે.