સુરત: બેંકે ઘર બહાર નોટિસ લગાવતા ફજેતીનાં ડરે વધારે એક રત્ન કલાકારનો આપઘાત

હીરા નગરી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. અમરોલીના ઉતરાણ વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો છે

સુરત: બેંકે ઘર બહાર નોટિસ લગાવતા ફજેતીનાં ડરે વધારે એક રત્ન કલાકારનો આપઘાત

ચેતન પટેલ/ સુરત : હીરા નગરી સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. અમરોલીના ઉતરાણ વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા રત્નકલાકારે આપઘાત કરી લીધો છે. રત્નકલાકારે ફ્લેટ લોન પર લીધો હતો અને બે મહિનાના હપ્તા ભરી શક્યો નહોતો. જેથી બેંક દ્વારા હપ્તાની ઉઘરાણી માટે ફ્લેટ બહાર મોટા અક્ષરોથી નોટિસ લખવામાં આવી હતી. જેના આઘાતમાં રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો હતો. જેથી ઘટના સ્થળે પહોંચી અમરોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બેંક હપ્તા મોડા થવાનું પાછળનું કારણ પણ બહાર આવ્યું છે. જ્યાં હીરા કંપનીમાંથી અગાઉ છુટા થયા બાદ અન્ય કંપનીમાં યુવકે ફરી કામ શરૂ કર્યું હતું.

પંચમહાલ: પાછોતરા વરસાદનાં કારણે ખેડૂતોની સ્થિતી અત્યંત દયનીય બની
બેન્ક દ્વારા રત્નકલાકાર ફ્લેટ બહાર હપ્તાની ઉઘરાણી માટે મોટા અક્ષરોથી નોટિસ લખવામાં આવતા આર્થિક સાંકડામણમાંથી પસાર થઈ રહેલા યુવાન રત્નકલાકાર એટલી હદ્દે ડિપ્રેસનમાં આવી ગયો કે તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવાર નો આક્ષેપ છે કે બેન્ક તરફથી ચારેક લોકો  22મીના રોજ આવ્યા હતાં. નોટિસ લખી ચાલ્યા ગયા હતા. નયનના પરિવાજનોએ જણાવ્યું હતું કે, નયને બેંકવાળાના કહ્યું કે, દિવાળી પર થોડા દિવસોમાં પગાર થઈ જશે એટલે રૂપિયા ચુકવી દેશે. જો કે બેંકવાળાએ કાગળમાં નોટિસ આપવાની જગ્યાએ ફ્લેટની બહાર મોટા અક્ષરે નોટિસ લખી નાખી હતી.

જેથી સમગ્ર એપાર્ટમેન્ટના લોકોમાં તેનો ફજેતો થયાનું દુઃખ નયન અનુભવી રહ્યો હતો અને તેના આઘાતમાં જ તેણે આપઘાત કરી લીધો હોય શકે. 22 વર્ષીય નયન લખાણીયા આર્થિક મંદીના કારણે ચાર મહિના અગાઉ જ નૌકરી બદલી હતી. જેથી તે બેન્કનું લૉન ભરી શક્યો નહોતો અને બેન્ક પઠાણી ઉઘરાણી માટે આવેલા લોકોના કારણે તેને આપઘાત કરી લીધો હતો. નયન જે ફ્લેટ ખરીદી પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં માંગતો હતો તે જ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જેથી પરિવાર આઘાતમાં છે. નયને LIC HFL બેંકમાંથી લોન લઈને ફ્લેટ ખરીદયો હતો. પરંતુ હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીના કારણે તેણે કંપની બદલી નાખી હતી. તે દરમ્યાન નયન બેન્ક નું હપ્તો ભરી શક્યો નહોતો. જેથી બેંક તરફથી ઉઘરાણી કરવામાં આવી હતી. જો કે એક પરિવારના જુવાનજોધ દિકરો આ પગલું ભરતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news