નિત્યાનંદકાંડમાં IAS અધિકારીની સંડોવણી? શક્તિસિંહ ગોહિલની ટ્વીટે ખોલી દીધો વિવાદનો પટારો
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે. અહીં સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મોટું વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદનો પટારો ખોલી દીધો છે.
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે. અહીં સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મોટું વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદનો પટારો ખોલી દીધો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી છે કે ''જયારે અમદાવાદ પોલીસ દ્વારા પ્રશંસનીય કાર્ય થયું ત્યારે આઘાતજનક માહિતી એ પણ છે કે એક આઈએએસ અધિકારી #નિત્યાનંદને બચાવી રહ્યા છે. તેઓ નિત્યાનંદના ભક્ત છે અને એટલે સ્વામી અને ડીપીએસનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આશા છે કે ગુજરાતના મીડિયાના મિત્રો ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરશે.''
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube