અંબાણી ભાઈઓની વ્હાલી બહેન વિશે પણ જાણો...9 વર્ષ પહેલા પતિનું થયું હતું મોત, ભાભીઓની લાડકી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની શુક્રવારે સંગીત રસ્મ હતી. જ્યાં આખું બોલીવુડ જોવા મળ્યું. અંબાણી પરિવારના પણ સભ્યો જોવા મળ્યા. આવામાં અનિલ અંબાણીની બહેન દિપ્તિ પણ જોવા મળી. ફેન્સની નજર નીના કોઠારી પર હતી જો કે તે કેમેરામાં કેદ થઈ શક્યા નહીં. નીના કોઠારી વિશે ખાસ જાણવા જેવું છે. 
 

મુકેશ અંબાણીના ભાઈ બહેન

1/7
image

બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની રસ્મો શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં સંગીત સેરેમનીનું આયોજન થયું. જ્યાં અનંત રાધિકાના લગ્નની ઉજવણીમાં આખું બોલીવુડ ભેગું થયું ત્યાં અનંત અને આકાશ અંબાણીના ફોઈ દિપ્તિ પણ જોવા મળ્યા. પરંતુ નાની બહેન નીના કોઠારી જોવા મળ્યા નહીં. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ચાર ભાઈ બહેન છે. ચાલો જાણીએ નાની બહેન નીના કોઠારી વિશે. 

મુકેશ અંબાણીના બહેન

2/7
image

મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને આમ તો બે બહેન છે એક દિપ્તિ અને બીજા નીના કોઠારી. અહીં વાત કરીશું નીના કોઠારીની. જે પરિવરાના લાડલી બહેન છે અને ભાભીઓ નીતા અંબાણી તથા ટીના અંબાણી સાથે જેમને ખુબ બને છે. 

શું કરે છે નીના કોઠારી

3/7
image

નીના કોઠારી એવા વ્યક્તિ છે જે પોતાના કામકાજમાં ખુબ હોશિયાર છે. તેઓ પોતાના બિઝનેસની સાથે સાથે પરિવારને પણ ખુબ સરસ રીતે સંભાળે છે. આ બધા વચ્ચે નીના કોઠારીને લાઈમલાઈટમાં રહેવું જો કે બિલકુલ પસંદ નથી. તેઓ ખુબ જ રેર કેસમાં કેમેરામાં કેદ થાય છે. 

ઊભું કર્યું પોતાનું સામ્રાજ્ય

4/7
image

ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પુત્રી નીનાએ વર્ષ 2003માં પોતાનો બિઝનેસ ઊભો કર્યો. ફેમિલીની જેમ જ નીના પણ સફળ બિઝનેસવુમન છે. જેમણે પોતાનું કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. તેઓ જાવાગ્રીન કોફી એન્ડ ફૂટ ફ્રેન્ચાઈઝી ચલાવે છે. 

નીના કોઠારીના પતિ

5/7
image

નીના કોઠારીની પરિવારની વાત કરીએ તો તેમના લગ્ન 1986માં થયા હતા. તેમના પતિ પણ ઉદ્યોગપતિ હતા. પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી. ભદ્રશ્યામ કોઠારીનું કેન્સરના કારણે 9 વર્ષ પહેલા નિધન થઈ ગયું. હાલ નીના કોઠારીના પરિવારમાં તેમનો એક પુત્ર અર્જૂન અને પુત્રી નયનતારા છે. 

નેટવર્થ

6/7
image

પતિના ગયા બાદ નીના કોઠારીએ જ પતિનો બિઝનેસ સંભાળ્યો. તેઓ એચસી કોઠારી ગ્રુપને બુલંદીઓ પર  લઈ ગયા. કોર્પોરેટ શેર હોલ્ડિંગ મુજબ તેમની નેટવર્થ 52.4 કરોડ રૂપિયા છે. જો કે આ ડેટા અનેક વર્ષ જૂનો છે. જેની પુષ્ટિ કરી શકાય નહીં. 

ટીના અંબાણી અને નીતા અંબાણી સાથે સારા સંબંધ

7/7
image

નીના કોઠારી ફક્ત ભાઈઓ સાથે જ નહીં પરંતુ ભાભીઓ સાથે પણ સારું બોન્ડ  ધરાવે છે. ખાસ કરીને ટીના અંબાણી સાથે. ટીના દર વર્ષે તેમને સોશિયલ મીડિયા પર જન્મદિવસે શુભેચ્છા પાઠવે છે. બંને વચ્ચે ખુબ સારું બોન્ડ છે.