Jio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટ

Jio એ તાજેતરમાં પોતાના ટેરિફમાં વધારો કર્યો છે, પરંતુ આ વચ્ચે 51 રૂપિયાવાળો પ્લાન બધાને પસંદ આવી રહ્યો છે. આ પ્લાનમાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી રહ્યું છે. આવો તમને તેની જાણકારી આપીએ.
 

Jio New Plan

1/5
image

Jio એ પોતાના પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ ઘણા પ્લાન્સ મોંઘા થઈ ગયા છે. આજે અમે તમને જિયોના સસ્તા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જેનો લાભ તમે ઉઠાવી શકો છો. 

Jio 51 Plan-

2/5
image

જિયોનો 51 રૂપિયાવાળો પ્લાન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં 3જીબી 4જી ડેટા ઓફર કરવામાં આવે છે અને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે.   

એક્ટિવ પ્લાન હોવો જરૂરી

3/5
image

જો તમે આ 51 રૂપિયાનો પ્લાન ખરીદો છો તો તમારી પાસે 1.5જીબી ડેલી પ્લાન એક્ટિવ હોવો જોઈએ. ત્યારબાદ તમને આ પ્લાનના બેનિફિટ્સ મળવાના છે. 

કોના માટે ફાયદાકારક?

4/5
image

આ પ્લાન તેવા યૂઝર્સની પ્રથમ પસંદ હોય છે જે ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સવાળા પ્લાન શોધે છે. તેમાં મળનાર બેનિફિટ્સ બધાને ખુબ પસંદ આવે છે. તમારા માટે પણ આ પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. 

Jio એ હટાવ્યા પ્લાન

5/5
image

Jio એ ઘણા પ્લાન્સને ડિલીટ કરી દીધા છે. તેમાં 2545 રૂપિયાવાળો પ્લાન પણ સામેલ છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવતો હતો. પરંતુ હવે આ પ્લાન યૂઝર્સને મળશે નહીં.