બલિ માટે મહારાષ્ટ્રથી અપહરણ કરીને લવાયેલી બાળકીઓને બચાવી દરગાહના સેવકે
કિમ ખાતે આવેલા કોથલ ગામની દરગાહ હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે
સુરત : કિમ ખાતે આવેલા કોથલ ગામની દરગાહ હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે ઓળખાય છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. દેશભરમાં આ એક જ 52 ગજની દરગાહ છે. અહીં હાલમાં બે બાળકીને રડતા જોઈ દરગાહના સેવક ઇમરાનને શંકા ગઈ હતી. ઇમરાને જ્યારે સવાલ કર્યો ત્યારે બાળકીઓ એ જણાવ્યું કે એક વૃદ્ધ માણસ તેમને તેમના વતનથી અહીં લાવ્યો છે અને તે તેમની બલી ચડાવવા માંગે છે. આ વૃદ્ધને નશાની લત હતી જેથી તે નશાની તલાશમાં બાળકીઓને દરગાહમાં મૂકીને ગયો હતો. જ્યારે તે પરત દરગાહ ઉપર આવ્યો ત્યારે ઇમરાને વૃદ્ધને પકડી પાડી કોસંબા પોલીસને આપી દીધો હતો.
દક્ષિણ ગુજરાત પછી હવે ભીંજાયું સૌરાષ્ટ્ર, 'આ' જગ્યાઓ પર મેઘમહેર
પોલીસ પૂછપરછમાં ખબર પડી કે સંગના ઠાકરે (8 વર્ષ) અને યોગીતા ઠાકરે (11 વર્ષ)નું બલીના ઇરાદે અપહરણ કરાયું હતું. પોલીસને જાણ થઈ કે મહારાષ્ટ્રના સાહદા ખાતેથી બે બાળકીનું અપહરણ કરાયું હતું. છેલ્લા 5 દિવસથી બંને બાળકીઓ ગુમ થઈ હતી. અપહરણ કરનાર વૃદ્ધનું નામ બબન ભીમા પાવરા છે. તે સુરત રેલવે સ્ટેશન પર બન્ને બાળાઓ સાથે ઉતરી ગયો હતો અને કિમની બસમાં બેસી કિમ દરગાહ લઈ ગયો હતો. રમઝાનના પવિત્ર મહિનાને કારણે અહીં જરૂરિયાત મંદ લોકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. અહીં આ બાળકીઓને બેસાડી ભીમો શરાબની ખોજમાં ગયો હતો. આ બન્ને બાળકી રડવા લાગતા દરગાહના સેવક ઇમરાનની તેમની પર નજર પડી અને રડવાનું કારણ પૂછ્યું હતું અને આખો મામલો બહાર આ્વ્યો હતો.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે ભીમા પાવરા મર્ડરનો આરોપી છે. પોતાના જ દીકરાને જાનથી મારી નાખી બલી ચઢાવવાના ગુનામાં એને 7 વર્ષની સજા પણ થઈ હતી અપહરણની ઘટનામાં મહારાષ્ટ્ર પોલીસે બાળકીઓની માહિતી આપનારને 70 હજારનું રોકડ ઇનામ પણ જાહેર કર્યું હતું. મહારાષ્ટ્ર પોલીસે જરૂરી કાર્યવાહી કરી આરોપી અને બન્ને બાળકીઓને લઈ મહારાષ્ટ્ર જવા નીકળી ગઈ છે.