જય પટેલ, વાપી : વાપી (Vapi)ના નામધા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. અહીં અસામાજિક તત્વોની એક ગેંગ દ્વારા જાહેરમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરીને બિભત્સ માંગ કરવામાં આવે છે. આ મામલામાં ફરિયાદી મહિલાના પરિવારજનોએ ઠપકો આપતા અસામાજિક તત્વોએ તેના પરિવારજનો પર પણ હુમલો કર્યો. જો કે હવે અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ થતાં હવે બેફામ બનેલા આ અસામાજિક તત્વોને ઝડપી પાડવા પોલીસ દોડતી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મા ઉમિયાધામના લક્ષચંડી હવન દરમિયાન પ્રસાદીની મોટાપાયે તૈયારી, જાણો ખાસ 15 વાતો


ઘટનાની વિગતો જોઈએ તો વાપીના છેવાડે આવેલા નામધા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ ગેંગ દ્વારા આ વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને જાહેરમાં છેડતી કરવામાં આવે છે અને તેઓ બિભત્સ માંગ કરી આતંક ફેલાવી ફેલાવી રહ્યા છે. આ વિસ્તારની મહિલાઓ અને યુવતીઓમાં ભયનો માહોલ છે ત્યારે પોલીસ સમક્ષ આવા અસામાજીક તત્વોને સબક શીખવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.


આ માણસની જાગૃતિને કારણે બચી ગયા સુરતના ફુલ જેવા બાળકોના જીવ, ગમે ત્યારે મોટા એક્સિડન્ટનો હતો ભય


પોલીસે પણ અસામાજિક તત્વોની ગેંગના આ આતંકને  ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે પરિસ્થિતિ પારખી ગયેલા આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ સંજોગોમાં પોલીસે તેઓને તાત્કાલિક ઝડપવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...