મા ઉમિયાધામના લક્ષચંડી હવન દરમિયાન પ્રસાદીની મોટાપાયે તૈયારી, જાણો ખાસ 15 વાતો

ઊંઝા (Unjha)માં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ (lakshchandi mahayagna mahotsav)ની ધમધોકાર તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે ઉમિયા માતાજી (Umiya matji)ના લક્ષચંડી મહાયજ્ઞમાં 80 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની તૈયારીના ભાગરૂપે દર્શન કમિટી દ્વારા ઐઠોર ચોકડીથી નિજ મંદિર સુધી કોરિડોરની રચના કરવામાં આવી છે જેથી ધક્કા મૂકી વગર અને સરળતાથી માતાજીનાં દર્શનનો લાભ મળી શકે. આ ઉપરાંત નિજ મંદિરમાં પણ પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા 8 લાઈન કરાઈ છે, જેથી પહેલીથી છેલ્લી લાઇન સુધીમાં દર્શન થઈ શકશે.

મા ઉમિયાધામના લક્ષચંડી હવન દરમિયાન પ્રસાદીની મોટાપાયે તૈયારી, જાણો ખાસ 15 વાતો

મહેસાણા : ઊંઝા (Unjha)માં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ (lakshchandi mahayagna mahotsav)ની ધમધોકાર તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે ઉમિયા માતાજી (Umiya matji)ના લક્ષચંડી મહાયજ્ઞમાં 80 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની તૈયારીના ભાગરૂપે દર્શન કમિટી દ્વારા ઐઠોર ચોકડીથી નિજ મંદિર સુધી કોરિડોરની રચના કરવામાં આવી છે જેથી ધક્કા મૂકી વગર અને સરળતાથી માતાજીનાં દર્શનનો લાભ મળી શકે. આ ઉપરાંત નિજ મંદિરમાં પણ પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા 8 લાઈન કરાઈ છે, જેથી પહેલીથી છેલ્લી લાઇન સુધીમાં દર્શન થઈ શકશે.

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયોજકોનું માનીએ તો કુલ પાંચ દિવસ સુધી ચાલનારા લક્ષચંડી હવન મહોત્સવમાં ગુજરાત સહિત દેશ-વિદેશથી અંદાજે 80 લાખથી વધારે દર્શનાર્થીઓ હાજર રહી માતાજીના દર્શનનો લહાવો લેશે. શક્તિના ધામમાં આ મહોત્સવ થકી લાખોની સંખ્યામાં એકજૂથ થઈને ફરી એકવાર પાટીદારો પોતાની શક્તિનો પરચો દુનિયાને આપશે. પાંચ દિવસ ચાલનારો આ મહોત્સવ એક પ્રકારે પાટીદાર પાવરના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવાઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

પાંચ દિવસના આ કાર્યક્રમમાં લોકોને પ્રસાદી મળી રહે એ માટે પણ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનના મહત્વના 15 જેટલા મુદ્દા નીચે પ્રમાણે છે.

  1. લક્ષચંડી હવનમાં માઈ ભક્તો માટે સવાર અને સાંજ બે ટાઈમ પ્રસાદીની વ્યવસ્થા. 
  2. કડવા પાટીદાર સમાજના લક્ષચંડી હવનમાં 10 લાખ લોકો એ સમયે એકજ પંગતમાં જમી શકે તેવી વ્યવસ્થા. 
  3. 100 કારોબારી સભ્યો, 3 હજાર સ્વયં સેવકો અને 250 રાજપુરોહિતો આ સમગ્ર ભોજનશાળાની જવાબદારી ખાસ સંભાળશે. 
  4. ઉમિયા નગર ખાતે 4 વિઘામાં 50થી અધિક ચુલા દેશી પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે .
  5. જમવા માટે કુલ 7 બ્લોક બનાવવામાં આવ્યા છે અને દરેક બ્લોકમાં 3500થી 4000 દર્શનાર્થીઓ એકસાથે ભોજન કરશે. 
  6. એસી ડોમમાં લાખો ભક્તો સરળતાથી પ્રસાદી જમી શકે તે માટે વિશેષ પંગત વ્યવસ્થા ઉભી કરાઈ છે.
  7. માં ઉમિયાના આ અવસરમાં 10 લાખથી વધુ પાટીદારોને ઘર દીઠ નિમંત્રણ આપવામાં આવ્યું છે. 
  8. સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારો ઊંઝા ખાતે લક્ષચંડી હવનમાં આવશે અને તેમના ભોજન સહિત રહેવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 
  9. ભક્તોને પ્રસાદી તરીકે જે ભોજન પીરસવામાં આવશે તેમજ દર્શનાર્થીઓને શુદ્ધ ઘીમાંથી બનેલા લાડુ પીરસવામાં આવશે. 
  10. આ લાડુ 2500 મણ ઘઉંના લોટ સાથે 567 ડબ્બા ઘી અને 556 કિલો ખાંડમાંથી તૈયાર કરવામાં આવશે. 
  11. રસોઇ માટે 3500 ડબ્બા શુદ્ધ ઘી, 2500 ડબ્બા તેલ, 70 હજાર કિલો ચોખા, 35 હજાર કિલો દાળ, સરેરાશ 60 હજાર કિલો શાક અને 35 હજાર કિલો કઠોળનો ઉપયોગ થશે. 
  12. આ જમણવા માટે 40 ટન ઘઉં, 10 ટન રવો, 20 ટન વાલ, 30 ટન ખાંડ, 3500 ડબ્બા ઘી તેમજ કોલ્હાપુરથી ખાસ 40 ટન ગોળ મંગાવવામાં આવ્યો છે. 
  13. એક જ તપેલામાં 15 હજાર માણસોની રસોઇ બની શકે એટલા વિશાળ તપેલા અને ચુલાની વ્યવસ્થા કરવામાં આવી છે. 
  14. આ તમામ ભોજન પકાવવા માટે 12 હજાર મણ લાકડુ વાપરવામાં આવશે. આ સાથે એક ટંકના ભોજનમાં બે શાક લાડુ દાળ અને ભાત પીરસવામાં આવશે. 
  15. 5 દિવસ મેનું  રોજ અલગ હશે અને કુલ 10 ટાઈમ ભોજનની વ્યવસ્થા પાટીદાર સમાજ ઊંઝા દ્વારા કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news