વાપી

VAPI પર દિવાળી પહેલા મુખ્યમંત્રીએ કર્યો વિકાસકાર્યોનો વરસાદ, કોઇને જરા પણ તકલીફ નહી પડે

નગરને માર્ગ અને મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્પિત કરી હતી. જનતાને ધક્કાઓ ઓછા ખાવા પડે અને જનતાનું કામ ઝડપથી થઇ જાય એવા રાજ્ય સરકારના પ્રયાસો અમારી સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકા બની છે. છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડવાનું નરેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવામાં આ સરકાર ક્યાંય પાછી પાની નહી કરે. નાનામાં-નાની યોજનાઓનો જેને લાભ મળવા પાત્ર છે એને લાભ અપાઇ રહ્યો છે. 

Oct 30, 2021, 08:58 PM IST

પાટીલે તડફડની ભાષામાં મીઠો ઠપકો આપીને કહ્યું, નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે વલસાડ જિલ્લાના વાપીની મુલાકાતે હતા. જ્યાં સી.આર પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં સી.આર પાટીલે (CR Patil) ભાજપના પેજ કમિટી અને તેની તાકાત અને ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆર પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું.

Oct 24, 2021, 03:00 PM IST

એક તરફી પ્રેમીનું પાગલપન, યુવતીના સ્કૂટીમાં GPS લગાવીને તેની પાસે પહોંચી જતો અને કિસ કરતો

વાપીમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એવો પ્રેમ કર્યો કે, જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. તેમજ યુવતીને પ્રેમસંબંધ નહિ રાખે તો જાનથી મારવાની ધમકી પણ આપી છે. આ ઉપરાંત આ પ્રેમી વારંવાર સ્યુસાઇડની ધમકી આપી ઇમોશનલ અત્યાચાર કરતો હતો. આ પ્રેમીએ તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો. તેણે યુવતીના સ્કુટીમાં GPS લગાવ્યું હતુ, જેથી તે લોકેશન મેળવીને યુવતી જ્યાં હોય ત્યાં પહોંચી જતો અને તેને બળજબરીથી કિસ કરતો.

Sep 25, 2021, 07:59 AM IST

દુનિયાની આઠમી અજાયબી જેવા આ સોલાર વૃક્ષે ગુજરાતનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો

  • વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા
  • વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું

Aug 21, 2021, 09:15 AM IST

VAPI: બે બાળકોને ડુબતા જોઇ માતા પણ ખાડામાં કુદી પડી, જો કે કરૂણ મોત નિપજ્યાં

જિલ્લાના વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતા  માતા, પુત્રી સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણેયને મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર ભાણેજના પુત્ર અને પોતાના વ્હાલસોયા દીકરાને ડુબતા જોઇને માતા દોડી હતી. તેને બચાવવા માટે ખાડામાં કુદી હતી. જેમાં ત્રણેયના મોત નિપજ્યાં હતા. 

May 21, 2021, 10:29 PM IST

વાપીમાં 100-200 રૂપિયાની સામાન્ય રકમ માટે રીક્ષા ચાલકની હત્યાથી ચકચાર

ઔદ્યોગિક નગરી  વાપીના ડુંગરા  વિસ્તારમાં એક રિક્ષા ચાલકની રિક્ષામાં જ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મૃતક રિક્ષાચાલક પોતાના રોજીંદા ક્રમ મુજબ ઘરેથી નીકળ્યા ના થોડા સમય બાદ જ  પરિવારને હત્યાના  સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જો કે વલસાડ એલ સી બી ની ટીમે ગણતરી સમયમાં હત્યા લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે. રીક્ષા ચાલકોને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ કરતા 4 આરોપીને પોલીસે ઝડપી લીધા છે. 

Jan 24, 2021, 11:08 PM IST

પરણિત યુવક હતો ત્રીજા લગ્નની ફિરાકમાં, પહેલી પત્નીને શંકા જતા સમગ્ર મુદ્દો ખુલ્યો

 ચલા ખાતે રેડિમેટ કપડાની દુકાન ધરાવતા ધવલ નામના યુવકે એક યુવતી સાથે લગ્ન કર્યા હોવા છતા પણ 19 વર્ષિય યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરિયાદમાંયુવતીએ જણાવ્યું છે કે, દુકાનમાં કામ કરતી વખતે ધવલનાં પ્રેમમાં પડી હતી. ત્યાર બાદ બંન્ને રાજસ્થાન અને માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. જ્યાં તેને વારંવાર ફોન આવતા હતા. જો કે તે ફોન નહી ઉપાડતા શંકા ગઇ હતી. પરિવારજનોને સમગ્ર વિગત જણાવતા તપાસ કરતા ધવલ પરણિત હોવાનું બહાર આવ્યું હતું. એક યુવતી પાસેથી પૈસા લીધા હતા. તેને પણ લગ્નનું બહાનું કર્યું હતું.

Dec 15, 2020, 09:59 PM IST

વાપી: ઝગડાને શાંત કરવા વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો થયો

ઔદ્યોગિક નગરી વાપીમાં છેવાડે આવેલા બલીઠા વિસ્તારમાં એક ભંગારના ગોડાઉન માલિકે પોતાનાં ચાલીના માલિકના દીકરા સાથે અન્ય વ્યક્તિઓનાં ઝગડામાં વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ ભારે પડ્યો હતો. ઝગડામાં વચ્ચે પડી છુટા પાડવાની અદાવતમાં  અસામાજીક તત્વોએ જાહેરમાં ઢોર માર મારી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

Nov 22, 2020, 11:09 PM IST

તોફાની દમણગંગાના જોખમી પ્રવાહમાં અને ડેમને અડોઅડ માછીમારી કરવું ભારે પડ્યું...

વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં આજે પણ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો યથાવત રહ્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે અત્યારે ડેમમાં 28,358 કયુસેક પાણીની આવક થઈ રહી છે.

Aug 18, 2020, 02:14 PM IST

લોકડાઉન : હનિમૂન કરવા ગયેલુ વાપીનું તબીબ દંપતી ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પર ફસાયુ

કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આ કારણે અનેક લોકો કોઈને કોઈ દેશોમાં ફસાયા છે. કોઈ વિદ્યાર્થી છે, તો કોઈ મીટિંગ માટે, તો કોઈ ફરવા ગયા હતા, જેઓ લોકડાઉનને કારણે અટવાયા છે. ત્યારે વાપી શહેરનું એક નવપરણીત કપલ હાલ ઓસ્ટ્રેલિયામાં ફસાયુ છે. આ તબીબ કપલ હનિમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયું હતું, અને લોકડાઉનને કારણે ગત એક મહિનાથી ફસાયું છે. 

Apr 29, 2020, 09:22 PM IST

સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી

ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસો સતત વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. જેમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોના કોરોનાના વધતા જતા કેસ મુશ્કેલી નોતરી શકે છે. આ આંકડાથી હવે કેન્દ્ર સરકારના પેટમાં પણ ફાળ પડી છે. આવામાં ગુજરાતમાં જે જિલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, તે જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ આવવા માંડ્યા છે. આવા લિસ્ટમાં વધુ 2 જિલ્લાનું નામ ઉમેરાયુ છે. વલસાડ (valsad) અને તાપી (vapi) જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ બંને જિલ્લા દક્ષિણ ગુજરાતના છે. 

Apr 21, 2020, 07:45 AM IST

દમણ: ભાજપનાં કોર્પોરેટર પર ફિલ્મી સ્ટાઇલે ધડાધડ ફાયરિંગ, સારવાર બાદ મોત

દમણનાં કોર્પોરેટર સલીમ મેમણ પર ધોણા દિવસે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ છે. 

Mar 2, 2020, 09:08 PM IST
Gujarat Yatra Arrived At Vapi Watch Video PT12M49S

Gujarat Yatra: વાપીના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે વાપી ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Feb 10, 2020, 07:50 PM IST

Vapi : બિહારથી આવેલા ટીનેજર 9 વર્ષની દીકરી સાથે કર્યું રાક્ષસી કૃત્ય, વાંચીને કઠણ કાળજાના પણ ફફડી જશે

વાપી (Vapi) ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીની હત્યાની ઘટના બનતા આખા વિસ્તારમાં ચકચાર જામી છે. આ બાળકીનો મૃતદેહ શુક્રવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

Feb 9, 2020, 10:22 AM IST

શહેરમાં લૂંટારૂઓ બેફામ, પોલીસ CCTV કબ્જે કરીને 1 મહીનાથી ફીફાખાંડે છે

શહેરમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. આ વખતે તસ્કરોએ વાપીના છીરી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી 15 તોલાથી વધુ સોનું અને 2 કીલોથી વધુ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જોકે ચોકાવનારી વાત એ છે કે પગપાળા આવેલા તસ્કરો ચોરી કર્યા બાદ નજીકથી બે બાઈકોની પણ ચોરી કરી ફરાર થઈ ગયા છે. વાપીમાં વર્ષ 2020 ની શરૂઆતથી જ એક પછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી તસ્કરો અને લુંટારાઓ બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Feb 6, 2020, 06:37 PM IST
news of ahmedabad and vapi on zee 24 kalak PT4M31S

અમદાવાદમાં AMCની દબાણ કામગીરી સામે વિરોધ, વાપીમાં ફરી તસ્કરો ત્રાટક્યા

અમદાવાદના કુબેરનગર આઈ.ટી.આઈની સામે આવેલ ઠાકોરવાસ ખોડિયારનગર માં દબાણ હટાવવા બાબતે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ.સ્થાનિકો રસ્તા પર બેસી વિરોધ પ્રગટ કર્યો. કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી. ટી.પી સ્કીમના રોડ ખુલ્લો કરવા બાબતે ઘર્ષણ. આ બાજુ વાપીમાં ફરી તસ્કરોનો ત્રાસ જોવા મળ્યો છે. 15 તોલા સોનુ અને 2 કિલો ચાંદી ચોરી ગયાં.

Feb 6, 2020, 01:05 PM IST
Loot at Vapi PT3M30S

વાપીના એન. આર. અગ્રવાલ સર્કલ પર ચીલઝડપ

વાપીના એન. આર. અગ્રવાલ સર્કલ પર બે અજાણ્યા ઈસમોએ એક ઇસમ પાસેથી 16 લાખની ચીલઝડપ કરી છે. આ મુદ્દો અત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Jan 27, 2020, 05:15 PM IST
vapi gold loot update 31 kg gold loot PT2M21S

વાપીની સોનાની લૂંટનો આંકડો થયો જાહેર, વાંચીને તમારા આંખ પર નહિ કરી શકો વિશ્વાસ

ગઈકાલે વાપીમાં થયેલી લૂંટનો આંકડો જાહેર થયો છે. 3 લાખ થી વધુની રોકડ અને 31 કિલો સોનાના ઘરેણાંની લૂંટ થઈ છે. તો 86 જેટલા ગોલ્ડના પેકેટ લૂંટમાં બચી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી અને લૂંટમાં વપરાયેલ ગાડીના આધારે તપાસ શરૂ કરી છે. હાલના સોનાના ભાવ પ્રમાણે આશરે 12 કરોડ 40 લાખનું સોનું ચોરાયું છે.

Jan 10, 2020, 05:45 PM IST
Police Investigation Of Robbery At Finance Company Office In Vapi PT5M8S

વાપી ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં લૂંટ, પોલીસ કાફલો ઘટના સ્થળે

વાપીમાં ધોળે દિવસે કરોડની લૂંટ સામે આવી છે. વાપીના ચણોદ વિસ્તારની આ ઘટના છે. ચાણોદમાં આવેલા IIFL gold loan નામની ફાઇનાન્સની ઓફિસમાં લૂંટ ચલાવવામાં આવી છે. રૂપિયા 10 કરોડથી વધુની સનસનીખેજ લૂંટ આચરવામાં આવી હતી. અજાણ્યા લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાઓની લૂંટ ચલાવી હતી.

Jan 9, 2020, 07:35 PM IST
CCTV Footage Of Robbery At Finance Company Office In Vapi PT4M57S

વાપી ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં લૂંટ, સામે આવ્યા સીસીટીવી ફૂટેજ

વાપીમાં ધોળે દિવસે કરોડની લૂંટ સામે આવી છે. વાપીના ચણોદ વિસ્તારની આ ઘટના છે. ચાણોદમાં આવેલા IIFL gold loan નામની ફાઇનાન્સની ઓફિસમાં લૂંટ ચલાવવામાં આવી છે. રૂપિયા 10 કરોડથી વધુની સનસનીખેજ લૂંટ આચરવામાં આવી હતી. અજાણ્યા લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાઓની લૂંટ ચલાવી હતી.

Jan 9, 2020, 05:55 PM IST