close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પોલીસ

Police raid at Rajkot fireworks market PT2M46S

રાજકોટ ફટાકડા બજારમાં પોલીસની રેડ, જુઓ વીડિયો

દિવાળી તહેવારને લઇને પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલ જાહેરનામાને અનુલક્ષીને રાજકોટ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં ચાઈનીઝ ફટાકડાના વેચાણને લઇને ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો જોડાયો હતો.

Oct 23, 2019, 11:30 PM IST
Robbery In Adajan Area Of Surat PT1M30S

સુરતના અડાજણમાં ફિલ્મી ઢબે ચલાવાઇ લૂંટ

સુરતના ચોકબજાર પોલીસે રૂપિયા ૨૭ લાખના સોના સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. આ સોનુ દુબઇથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યું હતું.

Oct 23, 2019, 12:50 PM IST

અમદાવાદ: મિત્રનાં ઝગડામાં વચ્ચે પડેલા યુવકને ગળાના ભાગે છરો મારીને હત્યા

વટવા સદાની ધાબા નજીકથી પસાર થતી કેનાલ નજીક મિત્રો વચ્ચેની સામાન્ય માથાકુટ લોહીયાળ બની

Oct 21, 2019, 12:04 AM IST
Ahmedabad: Arrested for attack on PSI Bharvad PT24S

અમદાવાદ: PSI ભરવાડ પર હુમલો કરનારની ધરપકડ

રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરવાડ પર થયેલા હુમલા મામલે મુખ્ય બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અક્ષય ભુરિયો અને અજીત વાઘેલાની કરી ધરપકડ કરવામાં આવી છે.

Oct 20, 2019, 10:35 PM IST
Duplicate I Card caught on Jithpurs toll boat PT1M35S

જેતપુરના પીઠડીયા અને ભરૂડી ટોલ નાકા પર પકડાયા ડુપ્લીકેટ આઈ કાર્ડ

જેતપુરના પીઠડીયા અને ભરૂડી ટોલ નાકા પર ડુપ્લીકેટ આઈ કાર્ડ પકડાયા છે. પોલીસ, આર્મી મેન અને મંત્રી જયેશભાઇ રાદડિયાના આઈ કાર્ડ ટોલ અધિકારી દ્વારા પકડી પડાયા હતા.

Oct 20, 2019, 10:30 PM IST
SpiceJet accused of tourist theft PT1M8S

સ્પાઇસ જેટ પર પ્રવાસીએ લગાવ્યો ચોરીનો આરોપ

જાણીતી સ્પાઇસ જેટ એરલાઇન્સના કર્મચારીઓ વિરુદ્ધ એક પ્રવાસીએ પોતાનો સામાન ચોરી લેવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ માયાણી સ્પાઇસ જેટની ફ્લાઈટ નંબર SG8475માં સુરત થી દિલ્હી પ્રવાસે ગયા હતાં. ગત 9મી ઓક્ટોબરના રોજ દિલ્હી ગયેલા માયાણીએ પોતાનો સામાન ચેકિંગ કાઉન્ટર આપ્યો હતો. બાદમાં તેમને એ સામાન દિલ્હી એરપોર્ટ પર મળી ગયો હતો, જોકે બેગમાં મુકેલી કેટલીક વસ્તુઓ ગાયબ હતી.

Oct 20, 2019, 10:25 PM IST
Video of police bullying in Ahmedabad against PT5M45S

અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે

અમદાવાદ સરખેજ વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ભંગારના વેપારી પાસે દિવાળીના બોનસ માંગવા આવ્યા હોવાનો આરોપ પોલીસ કર્મચારીઓ ઝપાઝપી કરી રહ્યા છે. ઘટના અંગેના સીસીટીવી સામે આવ્યા છે.

Oct 20, 2019, 05:45 PM IST
Hindu leader Kamlesh Tiwari murder case: accused presented in court PT3M5S

હિન્દુ નેતા કમલેશ તિવારી હત્યા કેસ: આરોપીઓ કરાયા કોર્ટમાં રજૂ

કમલેશ તિવારી હત્યા કેસ મામલે આરોપી રસીદ ફેઝાન અને મૌસીનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસ મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરશે. ટ્રાન્સફર વોરન્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Oct 20, 2019, 05:25 PM IST
The body of a young laborer was found near Kheralu PT40S

મહેસાણા: ખેરાલુ પાસે ખેત મજૂરી કરતા યુવકનો મૃતદેહ મળ્યો

મહેસાણા જિલ્લાના ખેરાલુમાંથી ખેત મજૂરી કરતા યુવાન લક્ષમણ બજાણીયાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. સાગથળા ગામે મૃતક યુવન ખેત મજૂરી કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી

Oct 20, 2019, 05:05 PM IST
Kamlesh Tiwari murder case X-Ray 19102019 PT24M42S

કમલેશ તિવારીની હત્યા કેસનો X-Ray

અયોધ્યામાં રામ મંદિરને લઈને થોડા દિવસોમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપવાની છે. તે પહેલા હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ધોળેદિવસે ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી. ઘટનાને પગલે યૂપીના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો. પોલીસ અને ATSએ તાત્કાલિક પગલાં ઉઠાવતાં તેનું ગુજરાત કનેક્શન હોવાનું ખૂલ્યું

Oct 19, 2019, 11:20 PM IST
Kamlesh Tiwari murder case: accused pakistan connection PT3M40S

કમલેશ તિવારી હત્યા કેસ મામલો: સામે આવ્યું આરોપીનું પાક કનેક્શન

કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે 24 કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. રસીદ દુબઇમાં જે કંપનીમાં કામ કરતો હતો તેનો માલિક કરાચી પાકિસ્તાનનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રસીદ કરાચી પાકિસ્તાન ગયો છે કે, નહીંએ અંગે એટીએસએ તપાસ શરૂ કરી છે.

Oct 19, 2019, 10:05 PM IST

ગોલ્ડન ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ: નકલી સોનું પધરાવવાની રીત જાણી ચોંકી ઉઠશો

રાજયમાં દિવાળી તહેવારના પગલે ગોલ્ડન ગેંગ સક્રિય થઈ છે. ગોલ્ડન ગેંગે રાજસ્થાનના વેપારીને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી નકલી સોનું પધરાવી 55 લાખની છેતરપીડી કરી હતી. જે મામલે વડોદરા પીસીબી પોલીસે ગોલ્ડન ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરી છે. રાજસ્થાનના સોનાના વેપારી નરેશકુમાર મહેશ્વરીને વડોદરાના ઈલ્યાસખાન અજમેરી અને હિંમતનગરના હાસીમ કાકુ ઉર્ફે ડોકટરે ભેગા મળી સસ્તા કિંમતે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી. જેના પગલે ફરીયાદી લાલચમાં આવી જઈ ઈલ્યાસખાન અને હાસીમ સાથે મિટીંગ કરી, અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં નકલી સોનું પધરાવી 55 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયા.

Oct 18, 2019, 06:06 PM IST
PT1M20S

મહિલાએ પોલીસકર્મીને ધોઈ નાખ્યો, જુઓ VIDEO

ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે. વીડિયોમાં પોલીસ મહિલા સાથે ધક્કામુક્કી કરતી જોવા મળી રહી છે. આ આખો મામલો તુરાબનગર માર્કેટનો હોવાનું કહેવાય છે. 

Oct 18, 2019, 04:06 PM IST
Action plan of Vadodara police PT1M43S

દિવાળી દરમિયાન સુરક્ષા જાણવા વડોદરા પોલીસનો ખાસ એક્શન પ્લાન

દિવાળી દરમિયાન સુરક્ષા જાણવા વડોદરા પોલીસનો ખાસ એક્શન પ્લાન દિવાળીમાં પૈસાની લેવડદેવડ વધી જતી હોવાના કારણે ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ પણ વધી જતી હોય છે. આમ, તહેવારોમાં પરિસ્થિતિને અંકુશમાં રાખવા વડોદરા પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે.

Oct 17, 2019, 10:40 AM IST
Rajkot gang-stealing gang arrested PT1M34S

Rajkot gang-stealing gang arrested

ચીલઝડપના ગુના આચરતી આંતરરાજ્ય કુખ્યાત "ભાતુ " ગેંગના 5 સભ્યો ની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ૨૩ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.. પોલીસે ગેંગના ૫ સભ્યોની ધરપકડ કરી કુલ ૨ લાખ ૧ હજાર ૫૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Oct 17, 2019, 12:05 AM IST
Surat traffic police take strice action on students without licence PT1M35S

સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈ પોલીસની લાલ આંખ

સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈ પોલીસની લાલ આંખનું પરિણામ મળ્યું છે. ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં 37 વિદ્યાર્થીના વાહન જપ્ત કર્યા છે અને 16 વાલીઓને રૂપિયા 13 હજારનો દંડ ફટકાર્યો છે. દરેક સ્કૂલની બહાર ટ્રાફીક પોલીસે તપાસ હાથ ધરી છે.

Oct 16, 2019, 10:50 AM IST
Special action plan of police in Ahmedabad PT1M27S

ચોરી અને લૂંટચોરી જેવી ઘટનાઓને અંકુશમાં રાખવા અમદાવાદ પોલીસનો ખાસ પ્લાન

દિવાળીમાં પૈસાની લેવડદેવડ વધી જતી હોવાના કારણે ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ પણ વધી જતી હોય છે. આમ, તહેવારોમાં પરિસ્થિતિને અંકુશમાં રાખવા અમદાવાદ પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે.

Oct 16, 2019, 10:50 AM IST

અમદાવાદ: 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિંલિંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિલિંગના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ઉર્ફે શકીના ભદોરિયાની મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. નરોડાના હરિદર્શન ફ્લેટ નજીક આવેલી કેવડાજીની ચાલીમાં વર્ષ 2001માં આરોપી રહેતો હતો, એ તે સમયે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પોતાની પત્નીનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતું.

Oct 15, 2019, 09:38 PM IST

અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ

રામોલમાં આતંક મચાવનારા બૂટલેગરના બે સાથીદારોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બન્ને શખ્સોએ મહિલા ગાયકના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં તથા પોલીસ પર હુમલાની ઘટનામાં બુટલેગરોને મદદ કરી હતી. જો કે, આતંક મચાવનારા મુખ્ય બૂટલેગરોને પકડવામાં હજુ સુધી પોલીસ સફળ રહી નથી. 
 

Oct 15, 2019, 09:12 PM IST

રાજકોટ: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ અપહત બાળકીને રેઢી મૂકી આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. રાજકોટ પોલીસની 15 જેટલા આધિકારીઓની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 
 

Oct 15, 2019, 08:30 PM IST