મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે 4 દિવસ બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શ્રેય હોસ્પિટલ આગકાંડનો રિપોર્ટ આજે આવશે કે નહિ? અધિકારીઓએ મૌન પાળ્યું


મહત્વનું છે કે, FSLના રિપોર્ટ એવું સામે આવ્યું છે કે, જે સમયે આગ લાગી હતી તે સમયે આઇ.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દિવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રૂથી ફીટ કરવામાં આવી હતી. જેના કારણે ધૂમાડો બહાર નીકળી શક્યો ન હતો અને ઘૂમાળામાં ગુંગળાઇને દર્દીઓના મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં ફાયર NOC પણ ન હોવાના કારણે ફાયર ઓડિટ પણ થઇ શક્યું ન હતું.


આ પણ વાંચો:- રાજકોટ: રવિન્દ્ર જાડેજા અને રિવાબાને પોલીસ સાથે થઇ માથાકુટ, જાણો શું છે સમગ્ર મામલો


તેમજ જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં ફાયર એલાર્મ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસે IPCની કલમ 336, 337, 338 અને 304 (અ) મુજબ ગુનો દાખલ કર્યો અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર