નકલી..નકલી..નકલી! ગુજરાતમાં અહીંથી પર્દાફાશ થયો ડુપ્લિકેટ ઓઈલ કૌભાંડ, મિની ફેક્ટરી ઝડપાઈ
વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે શહેરના રાજમહેલ રોડ પર આવેલા કુમેદાન ફળીયામાં SOGએ રેડ કરી નકલી ઓઇલ બનાવવાતી મીની ફેકટરી સાથે બે ઇસમોની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે શહેરના રાજમહેલ રોડ પર આવેલા કુમેદાન ફળીયામાં SOGએ રેડ કરી નકલી ઓઇલ બનાવવાતી મીની ફેકટરી સાથે બે ઇસમોની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.
આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ડિસેમ્બરનું પિક્ચર બાકી છે, જાણો શું છે ભયાનક આગાહી?
વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે રાજમહેલ રોડ પર આવેલ કુમેદાન ફળીયામાં અકબરી મસ્જીદ પાસે મકાનમાં બીજા માળે ઘરે લુઝ ઓઈલમાંથી જુદી જુદી બ્રાન્ડેડ ઓઈલ કંપનીના નામના સ્ટીકરો લગાડી મશીનથી સીલબંધ કરી બોટલો તૈયાર કરી ડુપ્લીકેટ ઓઈલ તૈયાર કરવામાં આવે છે જેને ભેંસવાડામાં ટ્રસ્ટની પાસેથી ભાડેથી રાખેલ ગોડાઉનમાં રાખી માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવે છે, જેના આધારે SOG પોલીસે રેડ કરતા આરોપી મોહસીન મસકવાલા અને તેનો ભાઈ યાસીન મસકવાલા તેના ઘરમાં જાણીતી કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ ઓઈલ કંપનીઓના નામે ડુપ્લીકેટ ઓઈલ બનાવતી મીની ફેકટરી ચલાવતો હોવાનું સામે આવ્યું. પોલીસને ઘર ઉપરાંત ભેંસવાડા ખાતેના ગોડાઉનમાં પણ દરોડો પાડી તપાસ કરી. જ્યાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ઓઇલની બાટલો ઝડપી પાડી. SOGએ બંને આરોપી ભાઈઓને પકડી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહિનાઓ સુધી રૂમમાં બાંધીને રોજ PVC પાઈપથી ફટકારતા આ કિસ્સો જાણી USનો મોહ થઈ જશે ભંગ
SOG એ આરોપીઓના ઘર અને ગોડાઉનમાથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ ઓઇલ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં એસઓજી દ્વારા અલગ અલગ જાણીતી બ્રાન્ડ તેમજ અન્ય કંપનીઓનો ડુપ્લીકેટ ભરેલ સીલબંધ નાની મોટી બોટલો તેમજ પાઉચ નંગ- 2008 જેની કિંમત રૂપિયા 4,99,133 , લુઝ ઓઈલ - 1065 લીટર જેની કિંમત રૂપિયા 74,310 સીલ કરવા માટેનું મશીન નંગ-01 જેની કિંમત રૂપિયા 10,000 સાથે ખાલી બોટલો તેમજ અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર્સ તેમજ મોબાઈલ ફોન અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ કિંમત રૂપિયા 6,19,223નો મુદ્દમાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હવે ગુજરાતને દૂબઈ બનતા વાર નહિ લાગે! વાઈબ્રન્ટ પહેલા જ ખેંચી લાવ્યું કરોડોનું રોકાણ
મહત્વની વાત છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં ઉપયોગમાં આવતા બ્રાન્ડેડ ઓઇલ કંપનીઓના નામે ડુપ્લીકેટ ઓઇલ બનાવી આરોપીઓ વેપલો કરી રહ્યા હતા. જે મામલે SOGએ આરોપી કેટલા સમયથી મિનિ ફેક્ટરી ચલાવતા હતા. આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના ભૂતિયા સ્થળોઃ ક્યાંક પથ્થરોમાંથી આવે છે અવાજ, તો ક્યાંક સતત વહે છે ગરમ પાણી