હવે ગુજરાતને દૂબઈ બનતા વાર નહિ લાગે! વાઈબ્રન્ટ પહેલા જ ખેંચી લાવ્યું કરોડોનું રોકાણ

Vibrant Gujarat : VGGS 2024 પહેલા અગ્રણી ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે સ્ટાર્ટઅપ અને ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા અને ગુજરાતમાં GIFT-IFSCમાં ફાઇનાન્સ સેક્ટરની ફર્મ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે મહત્વના કરારો કરવામાં આવ્યા... UAE, જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને USA જેવા મોટા દેશોની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ GIFT - IFSC માં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો હતો

હવે ગુજરાતને દૂબઈ બનતા વાર નહિ લાગે! વાઈબ્રન્ટ પહેલા જ ખેંચી લાવ્યું કરોડોનું રોકાણ

Investment In Gujarat ગાંધીનગર : ભારતમાં વિશ્વસ્તરીય ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને વેગ આપવા માટે ગુજરાતમાં ગિફ્ટ (GIFT) સિટીની સ્થાપના કરવામાં આવી છે. GIFT-IFSCમાં ગુગલ, બેન્ક ઓફ અમેરીકા, મોર્ગન સ્ટેનલી અને ડાઈકેન યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની એરક્રાફ્ટ લીઝિંગ પ્રવૃત્તિઓ, SGX નિફ્ટી દ્વારા GIFT સિટી તરીકે ટ્રેડિંગ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ IFSC લિમિટેડ (IIBX) જેવી મોટી વૈશ્વિક કંપનીઓના કારણે ઘણા વ્યવસાયો અને મોટા પાયે રોકાણો આકર્ષિત થઇ રહ્યા છે.

આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા, ગુજરાત સરકારે 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય કક્ષાના રોડ શોનું આયોજન કર્યું છે. ગુજરાત સરકારના VGGS પ્રતિનિધિમંડળે છેલ્લા 3 મહિનામાં 1000 થી વધુ કંપનીઓ સાથે વાતચીત કરી છે. 

પ્રતિનિધિ મંડળના સભ્યોએ તેમની મુલાકાત દરમિયાન GIFT-IFSC માટે ગુજરાતનું વિઝન શેર કર્યું હતું. પ્રતિનિધિમંડળે GIFT-IFSCમાં બિઝનેસ વિસ્તારવા અને નવા એકમો સ્થાપવા વૈશ્વિક કંપનીઓ સાથે ઉપલબ્ધ વિવિધ તકોની પણ ચર્ચા કરી હતી.

આ બેઠકો દરમિયાન, UAE, જાપાન, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર અને USA જેવા દેશોની વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ GIFT - IFSC માં રોકાણ માટે રસ દાખવ્યો હતો. સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા અને ગુજરાતની GIFT - IFSC માં ફાઇનાન્સ સેક્ટરની કંપનીઓની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે GPST હોલ્ડિંગ્સ પીટીઈ લિ., વર્મિલિયન વેન્ચર્સ અને ANB કોર્પ પીટીઈ લિ. જેવી અગ્રણી ઑસ્ટ્રેલિયન કંપનીઓ સાથે આ મુલાકાતો દરમિયાન અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

પ્રતિનિધિ મંડળે અબુધાબી સિક્યોરિટીઝ એક્સચેન્જ ADX (UAE), અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (UAE), દાઈ-ચી લાઈફ હોલ્ડિંગ્સ (જાપાન), બ્લેક સ્ટોન સિંગાપોર બ્લેક સ્ટોન Pte. લિ. ઈન્ટારેમ (NIUM) (સિંગાપોર), બ્લેક રોક (યુએસએ), ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જ (યુએસએ), જેપી મોર્ગન એન્ડ ચેઝ (યુએસએ), બ્લુમ્સબર્ગ ન્યુ ઈકોનોમી (યુએસએ) અને કેટલીક સ્થાનિક કંપનીઓ  જેવીકે, સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઈન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક, પેટીએમ (PayTM) અને પોલિસી બજાર વગેરેની પણ મુલાકાત કરી.

વિવિધ મહત્વપૂર્ણ આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક નિયમો, કરવેરાના નિયમો, શ્રેષ્ઠ નીતિઓથી સજ્જ મજબૂત ઇકોસિસ્ટમની સાથે બેંકિંગ, ફાઇનાન્સ, આઇટી અને આઇટીઇએસ, ફિનટેક, ટેકફિન, કેપિટલ માર્કેટ, ઇન્શ્યોરન્સ, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ઇ-કોમર્સ, BPO, KPO, શિપ લીઝિંગ, એરક્રાફ્ટ લીઝિંગ, અને અન્ય આનુષંગિક સેવાઓ જેવી કે લીગલ, ઓડિટ, કમ્પ્લાયન્સ, ટેક્સેશન, એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, વગેરેનું GIFT સિટીમાં વિસ્તરણ કરવાથી કે પછી આવી સેવાઓ સ્થાપિત કરવાથી તેમને અનેક લાભ અને પ્રોત્સાહન મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news