ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે `Vibrant Summit-19`
આ વખતની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકાના દેશો માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, વાઈબ્રન્ટ સમિટમાં 19 જાન્યુઆરીનો દિવસ `આફ્રિકા ડે` તરીકે ઉજવવામાં આવનારો છે, આ સાથે જ ટ્રેડ શોમાં આફ્રિકન દેશો માટે એક આખું પેવેલિયન ફાળવવામાં આવ્યું છે, જેમાં 32થી વધુ દેશ દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યા છે, ગુજરાત અને આફ્રિકા વચ્ચેનો સંયુક્ત વેપાર 19.6 બિલિયન ડોલર રહ્યો છે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં રોકાણને આકર્ષવા માટે અને દુનિયાના દેશોને B2B મિટિંગ માટે એક વિશાળ પ્લેટફોર્મ પુરું પાડનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વર્ષે આફ્રિકા ખંડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ 2019માં આ વખતે આફ્રિકાના 54માંથી 52 દેશ ભાગ લઈ રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટમાં 19 જાન્યુઆરીનો દિવસ 'આફ્રિકા ડે' તરીકે ઉજવવામાં આવનારો છે, આ સાથે જ ટ્રેડ શોમાં આફ્રિકન દેશો માટે એક આખું પેવેલિયન ફાળવવામાં આવ્યું છે, જેમાં 25થી વધુ દેશ દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સદીઓ જૂના સંબંધો છે. સદીઓ પહેલા ગુજરાતના વેપારીઓ વહાણ માર્ગે સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ત્યાં જઈને વેપાર-ઉદ્યોગ સ્થાપીને સ્થાયી થયા હતા. સાથે જ દક્ષિણ આફ્રિકાના વિકાસમાં મહત્વની ભાગીદારી દર્શાવી હતી. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પણ દક્ષિણ આફ્રિકામાં જ સત્યાગ્રહનો માર્ગ મળ્યો અને તેના આધારે તેમણે ભારતમાં આવીને અંગ્રેજોને હંફાવ્યા હતા તથા ભારત દેશને આઝાદી અપાવી હતી.
દક્ષિણ આફ્રિકા સાથેના આ સદીઓ પુરાણા વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં 19 જાન્યુઆરીના દિવસને 'આફ્રિકા ડે' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વખતની વાઈબ્રન્ટ સમિટ 2019માં આફ્રિકાના 54 પૈકીના 52 દેશનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ ભાગ લેવાનું છે. આફ્રિકા ડેની ઉજવણીમાં 1000થી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો
'આફ્રિકા ડે'ના આયોજન પાછળનો હેતુ
આફ્રિકા ડેના દિવસે ભારત અને આફ્રિકા તથા ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધો, વ્યૂહાત્મ ભાગીદારી, વેપાર અને રોકાણ સહિતના મુદ્દે વિશેષ ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વાઈબ્રન્ટ ટ્રેડ શોમાં આફ્રિકાના દેશો માટે એક વિશેષ આફ્રિકન પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકાના 32થી વધુ સ્ટોલ નાખવામાં આવ્યા છે. આ આફ્રિકન પેવેલિયનમાં ભારતીય અને આફ્રિકન કંપનીઓ એક-બીજાના સંયુક્ત હીત ધરાવતાં ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે. અહીં ગાંધીજીના આફ્રીકા સાથેના સંબધને જીવંત કરવા માટે એક પ્રદર્શની રાખવામાં આવી છે.
[[{"fid":"199611","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ પ્રસંગે ભારતમાં યોજાનારા આફ્રીકન અગ્રણીઓના સમંલનને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંબોધીત કરશે. આ સમિટમાં ગુજરાત અને આફ્રીકાના 20થી વધુ દેશ વચ્ચે હેલ્થ કેર ફાર્માસ્યુટીકલ પેટ્રોકેમીકલ્સ,માઇનીંગ એન્ડ મીનરલ જેવા અલગ અલગ સેક્ટરના 12 થી 15 MOU થવાની શક્યાતા છે. આ આયોજનનો મુખ્ય હેતુ ગુજરાત અને આફ્રિકાના દેશો વચ્ચેની વર્તમાન ભાગીદારીને વધુ મજબૂત કરવા અને રોકાણ તથા રોજગારની નવી તકો ઊભી કરવાનો છે.
વાયબ્રન્ટ ગુજરાત 2019: દેશના સૌથી મોટા ટ્રેડ-શોનું PM નરેન્દ્ર મોદીએ કર્યું ઉદઘાટન
ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધનો સેતુ બનેલી સંસ્થાઓ
- આફ્રિકન યુનિયન
- આફ્રિકન રિજિયોનલ કમ્યુનિટિઝ
- આફ્રિકન ડેવલપમેન્ટ બેન્ક
- બંને દેશ વચ્ચે દ્વીપક્ષીય ભાગીદારી મજબૂત કરતી વિદેશમંત્રી કક્ષાની બેઠકો
ગુજરાત અને આફ્રિકા વચ્ચે વેપાર
ગુજરાતના આફ્રિકા ખંડના 54માંથી 51 દેશ સાથે વ્યાપારિક સંબંધ છે. વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતમાંથી 19.6 બિલિયન ડોલરની ચીજ-વસ્તુઓની આફ્રિકન દેશોમાં નિકાસ કરવામાં આવી હતી. ગુજરાત અને આફ્રિકાના દેશો વચ્ચે કુલ નિકાસ છેલ્લા ચાર વર્ષ દરમિયાન બમણી થઈ ગઈ છે અને ગુજરાતની કુલ નિકાસમાં 30% આફ્રિકન દેશોમાં થાય છે. આફ્રિકામાં ભારતીય મૂળના 3 લાખ કરતાં પણ વધુ લોકો રહે છે, જેમાં સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019, જૂઓ એક્સક્લૂસિવ તસવીરો
જુલાઈ, 2017માં ગુજરાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની બેઠકનું આયોજન કરીને ભારત અને આફ્રિકા વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા પ્લેટફોર્મ પુરૂં પાડ્યું હતું.
વર્ષ 2017માં આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકન ખંડના 18 દેશના 160 સભ્યોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. એ સમયે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 'આફ્રિકા કન્ટ્રી સેમિનાર'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આફ્રિકા અને ભારત
આફ્રિકન ઉપખંડના વિકાસમાં ભારત સૌથી મોટો ભાગીદાર દેશ છે. ભારતે આફ્રિકાના 41 દેશોને અત્યાર સુધી 181 લાઈન્સ ઓફ ક્રેડિટ (LOC) (નાણાકિય ધિરાણ) આપ્યું છે. ભારત દ્વારા આફ્રિકન દેશોને અંદાજે 11 બિલિયન ડોલરની આર્થિક સહાય કરવામાં આવી છે, જે ભારતની કુલ આર્થિક સહાયના 42% છે. વર્ષ 2015માં ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટની નવી દિલ્હી ખાતેની ત્રીજી બેઠક દરમિયાન ભારતે આગામી પાંચ વર્ષ દરમિયાન આફ્રિકન દેશોના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં 10 બિલિયન ડોલરના રોકાણની ખાતરી આપી હતી. આ સાથે જ ભારતે આફ્રિકાના દેશોને 600 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપવાની તથા તેના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ બમણી કરીને 50,000 કરવાની પણ ઓફર કરી હતી.