મહેસાણા :હાલ ગુજરાતમાં મા ઉમિયાના ધામ ઉંઝાની ચર્ચા ચાલી રહી છે. આજે ઉંઝામાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞનો બીજો દિવસ છે. ત્યારે મા ઉમિયાના દર્શને આવતા ભક્તો માટે ભોજનની જે વ્યવસ્થા કરાઈ છે તે અદભૂત છે. અહીં આવનાર દરેક ભક્ત ખાલી પેટે પરત ન જાય તેની આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે. ખાસ કરીને મા ઉમિયાના ભક્તોને પિરસવામાં આવેલા લાડુના પ્રસાદ ખાસ આયોજન સાથે બનાવવામાં આવ્યા છે. રસોડા વિભાગમાં 8 બ્લોકમાં અડધા કલાકમાં એકસાથે 50 હજાર માણસો ભોજન લઇ શકે તેવી સુવિધા છે. ઊંઝા આજુબાજુના 10 ગામોના લોકો સેવા આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ


28000 મણ લોટમાંથી લાડું
મા ઉમિયાના ધામમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ આવે તેવો અંદાજ લગાવવામાં આવનાર છે. જેમાં દરેકને લાડુનો પ્રસાદ પિરસવામાં આવી રહ્યો છે. આ માટે 28000 મણ લોટમાંથી લાડુ બનાવવામાં આવ્યો છે. મહોત્સવના ભોજન માટે તૈયાર કરાયેલી અન્નપૂર્ણા કમિટી દ્વારા આટલા લાડુ બનાવવાની કામગીરી સુપેરે પાર પાડી હતી. જેમાં 3000 જેટલી મહિલા સ્વંયસેવકોએ લાડુ બનાવ્યા છે. જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય તેમ મહિલાઓ લાડુ બનાવવાના કામમાં હોંશભેર જોડાઈ હતી. મહોત્સવ શરૂ થયાના આગામી દિવસે મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. 18 થી 22 ડિસેમ્બર દરમિયાન આવનાર દરેક ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે અન્નપૂર્ણા કમિટીની સ્વંય સેવક ૩ હજાર જેટલી મહિલાઓ દ્વારા માતાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે.


હેલમેટના કાયદો કેન્સલ કરાયાના મુદ્દે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન


ભોજન બનાવવા મશીનનો ઉપયોગ 
મોટાભાગની વસ્તુઓ બનાવવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરાયો છે. દાળ કાઢવા માટે પંપ સિસ્ટમ લગાવાઇ છે, તો ભાત કાઢવા માટે પણ ખાસ મશીન છે. ભાખરી બનાવવા માટે પણ મશીન છે. એટલું જ નહિ, રોટલી અને ભારખીને ઘી પણ મશીન દ્વારા જ લાગી જાય છે. તો બીજી તરફ, બટાકા કાપવા માટે પણ ખાસ કટર મંગાવાયું છે. જેનાથી 1 મિનીટમાં 100 કિલો જેટલા બટાકા કાપી શકાય છે. 


પ્રથમ દિવસે શું પિરસાયું
પ્રથમ દિવસે બુધવારે બે લાખ લોકોએ મા ઉમિયાના ધામમાં ભોજન લીધું હતું. બપોરે લાડુ, દાળ-ભાત અને બે શાક પીરસાયા હતા. બપોરે દોઢ લાખ લોકોએ, જ્યારે સાંજે 75 હજાર લોકોએ ભોજન લીધું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....