તેજસ મોદી, સુરત : ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી અનેક વાહનચાલકોના ગળા કપાઇ જવા સહિતની ઘટના બનતી હોય છે. આવી ઘટનાઓમાં વાહનચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે તો કેટલાક કિસ્સામાં લોકોના મોત પણ થતા હોય છે. આ સંજોગોમાં સુરત શહેર પોલીસ દ્વારા બ્રિજ ઉપરથી પસાર થતા તમે ટુ વ્હીલર ચાલકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં બે દિવસ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી દરમિયાન સવારે 6થી રાતના 10ના સમયગાળા સુધી ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંગે સુરત શહેર પોલીસના સ્પેશિયલ બ્રાંચના એસીપી પી. એલ. ચૌધરીએ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જે ટુ વ્હીલર ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યું હશે તેમને બ્રિજ ઉપરથી જવા દેવામાં આવશે તથા નદી પરથી પસાર થતા બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA માટે જાગૃતિ ફેલાવવા માટે રાજકોટમાં અપનાવાયો ગજબનો આઇડિયા


સુરતમાં ઉત્તરાયણના બે દિવસોમાં મોટી સંખ્યામાં પતંગ ઉડતા હોય છે. જેના કારણે ઘણા લોકો દોરીની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે. ખાસ કરીને ઓવરબ્રિજ પર વાહનની ઝડપ વધુ હોવાના કારણે દોરીને કારણે થતાં અકસ્માતની ગંભીરતા પણ ખૂબ જ વધી જતી હોય છે. પતંગની દોરી પર અંકુશ મેળવવાનું કામ અઘરું હોવાથી પોલીસે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલર ના ચલાવવા માટે લોકોને તાકીદ કરી છે.


સંસ્કારી નગરીમાં કાળો ધંધો, દૂધના પાર્લરમાંથી પકડાયો દારૂનો મોટો જથ્થો


શહેરમાં ઉત્તરાયણ પહેલાના છેલ્લા રવિવારે પતંગ-દોરીને કારણે ચાર મોટા અકસ્માત થયા હતા. જેમાં પતંગની દોરીને કારણે બે વાહનચાલકોને હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું. આ સંજોગોમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક