Vedic Rakhi made from Cow dung: આ રાખડીની રાતોરાત વધી ગઈ ડિમાન્ડ! ભાઇની કલાઈ પર બાંધવાથી થશે સકારાત્મક ઉર્જાનું સંચાર
Vedic Rakhi made from Cow dung: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલના નારાને પ્રાધાન્ય આપી સ્થાનિક ઉત્પાદન કરતી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન જેને ઉજવવા બહેનો પોતાના ભાઈ માટે અગાઉથી જ અવનવી રાખડીની ખરીદી કરી લે છે. આ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પવિત્ર રક્ષાબંધન માટે પવિત્ર ગણાતા ગાયના છાણમાંથી તૈયાર થતી રાખડીઓની માંગ આ વખતે વધી ગઈ છે.શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગ્રામોદ્યોગ અંતર્ગત ગોબરમાંથી ખાસ રાખડીઓ તૈયાર કરવામા આવે છે.
ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે મોટી દુર્ઘટના બની : 24 લોકોને કરંટ લાગ્યો, 2 ના મોત થયા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલના નારાને પ્રાધાન્ય આપી સ્થાનિક ઉત્પાદન કરતી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તે અનુસાર ચાઈનીઝ અને પ્લાસ્ટિકની રાખડીના ચલણ સામે ગાયના મહત્વ સમજાવવા ગાયના છાણમાથી રાખડી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે છઠ્ઠા વર્ષે આ રાખડીની માંગ ખૂબ વધી ગઈ છે અને તેના કાર્યમાં કારીગરો સતત જોતરાયેલા રહે છે.
અંબાજી જતા માઈભક્તો ખાસ વાંચે: આ તારીખો દરમિયાન અંબાજીમાં રોપ-વે સુવિધા બંધ રહેશે
રાખડી કંઈ રીતે બને છે તે અંગે માહિતી આપતા શૈલેન્દ્રસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, 95 ટકા ગોબર એટલે કે, ગાયનું છાણ અને બંધારણ માટે પાંચ ટકા ગોવાર ગમનો ઉપયોગ કરાયો છે. સાથે હળદર ઉમેરાઈ છે વધારામાં આ ઓર્ગેનિક રાખડી બનાવવા માટે તુલસીના માંજર ભેળવવામાં આવે છે. ગાયના છાણમાં હકારાત્મક ઊર્જા હોય છે તેવું હવે વિજ્ઞાને પણ સ્વીકારી લીધું છે. આ તથ્ય વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂક્યું છે. ઘરોમાં એક જમાનામાં જમીનમાં છાણ-માટીના લીંપણ થતા. આજે ટાઈલ્સે સ્થાન પચાવી પાડયું છે. લીંપણ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા કરતું કવચ હતું.
વધુ એક 'અંજુ' પાકિસ્તાન જતા બચી, ઓનલાઈન લવ સ્ટોરીનો આ રીતે આવ્યો અંત
ઘરમાં ટીવી, મોબાઈલ, ચાર્જર, કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોના તરંગો માનવ આરોગ્યને ધીમા ઝેરની જેમ ધીમી ગતિએ પણ નુકસાન કરતા હોય છે ત્યારે ગાયના છાણનું લીંપણ આવા હાનિકારક તરંગોને રોકીને તેની નુકસાનકારક અસરોથી બચાવે છે. રાખડી ઉપરાંત અહીં છાણના તોરણ, ઘડિયાળ, અરીસા, શોપીસ, ગણપતિની મૂર્તિ, પેન સ્ટેન્ડ વગરે હસ્તકલા કૃતિઓ પણ બનાવાય છે. રાખડી માટે ગાયના છાણનો માવો બનાવવો પછી તેને આકાર આપવો, પછી સૂકવવો, મશીનથી ફિનિશિંગ કરીને અંતિમ ઓપ આપવાની કવાયત ભારે મહેનત અને દાદ માગી લેનારી છે.
ખૂંખાર ગેંગ પકડાઈ : દિવસે ફુગ્ગા વેચતા, રાતે માત્ર અંડરગારમેન્ટ્સ પહેરી ચોરી કરતા
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે,ભુજ તાલુકાના કુકમાં ગામ ખાતે આવેલા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી ગાયના ગોબરમાંથી વૈદિક રાખડી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં ગાયનું ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વ રહેલુ જ છે પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ ગાય અને ગાયના દૂધ તથા તેમાંથી બનતી અન્ય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકરી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ના માત્ર ગાયનું દૂધ પરંતુ ગૌ મૂત્ર અને ગાયના છાણ પણ ફાયદાકારક છે. રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગૌ સંવર્ધન અને ગૌવંશનો માહત્મ્ય વધારવાના હેતુ સાથે વૈદિક રાખડીની રચના કરવામાં આવી છે. આ વખતે 6000 જેટલી અવનવા આકરની રંગબેરંગી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ રાખડીઓમાંથી સકારાત્મક ઉર્જા પણ મળે છે."
5 લાખથી ઓછો છે પગાર? તો પણ ITR ફાઈલ કરવું જરૂરી, જાણી લો નિયમ નહીં તો દંડ ભરવો પડશે
માનવ શરીરને ઊર્જા આપતા ગાયનાં છાણની રાખડી ઊર્જાદાયી છે અને રેડિયેશન દૂર કરે છે.આ રાખડી પાછળનો ઉદ્દેશ્ય ગાયના છાણનો ઉપયોગ વધુ કરવાનું અને જનજાગૃતિ લાવવાનો છે. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી અને વિનોદભાઈ સોલંકી ગાયના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ હોય છે.
મચ્છરનો એક ડંખ તમને કરી શકે છે પથારીવશ, પગની આ ખતરનાક બીમારી પણ ફેલાવે છે મચ્છર
આસપાસના ગામની મહિલાઓ રાખડીમાં પુરે છે રંગ
કુકમા અને આસપાસના ગામની મહિલાઓ આ છાણની રાખડી, રમકડા, હસ્ત કલાકૃતિઓમાં રંગ પૂરવાની કલાત્મક કામગીરી કરે છે. તો આ રાખડીઓ દેશની સરહદે રખોપા કરતા જવાનોને પણ આ રાખડીઓ મોકલાશે.આમ વોકલ ફોર લોકલ વડાપ્રધાન ના વાક્યને સાથર્ક કરે છે ગૌસવર્ધન નું કાર્ય પણ આ સંસ્થા કરે છે.