રક્ષિત પંડ્યા, રાજકોટઃ  માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા-કોલેજો કોરોના કાળ બાદ આજથી શરૂ થવા જઈ રહી છે. રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની આજથી શરૂઆત થવાની છે. રાજકોટમાં પણ આજથી અનેક શાળાઓ શરૂ થઈ ગઈ છે. આખરે લાંબા સમય પછી શાળા શરૂ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લામાં 48 સરકારી શાળા, 242 ગ્રાન્ટેડ શાળા અને 605 ખાનગી શાળા આવેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10માં 48 હજાર અને ધોરણ 12માં 40 હજાર વિદ્યાર્થીઓ છે. રાજકોટમાં શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓનું માસ્ક અને સેનેટાઇઝરની કીટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કેબિનેટ મંત્રી આરસી ફળદુ પણ પ્રથમ દિવસે શાળાએ પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આવકાર્યા અને ક્લાસમાં જઈને નિરીક્ષણ પણ કર્યુ હતું. 


બર્ડફલૂનો કહેર! રાજ્યમાં 8 મોર સહિત 128 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા ચકચાર


ચેકિંગ માટે ટીમો બનાવવામાં આવી
શાળાઓ શરૂ કરવા માટે ખાસ એસઓપી બનાવવામાં આવી છે. તો કોરોનાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરની ખાસ વ્યવસ્થા શાળાઓએ કરવાની રહેશે. આ સાથે એક વર્ગ પૂરો થયા બાદ ક્લાસમાં સેનેટાઇઝિંગની કામગીરી કરવાની રહેશે. તમામ શાળાઓ કોરોનાના નિયમોનું પાલન કરે તે માટે ચેકિંગ માટે 2 સભ્યોની કુલ 28 ટીમો બનાવવામાં આવી છે. તો રાજકોટમાં અમુક શાળાઓ ઉત્તરાયણ બાદ શરૂ થવાની છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube