લૉકડાઉનનો ભંગ કરતા લોકોને પકડવા હવે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશેઃ શિવાનંદ ઝા
સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે.
ગાંધીનગરઃ કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા નાગરિકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોક્ડાઉનના અમલ દરમિયાન રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા નાગરિકોની સામે કાર્યવાહી કરવા માટે ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાનું જણાવી ઝાએ ઉમેર્યુ હતું કે આવા લોકોને પકડવા પોલીસ દ્વારા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદમાં કન્ટેન્ટમેંટ જાહેર કરેલા વિસ્તારમાં નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાશે. ઘોડેસવાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. એટલું જ નહીં પોલીસની ગાડી જોઈને સરકી જતા વ્યક્તિઓને પકડવા માટે પોલીસને ખાનગી ગાડીઓમાં ચેકિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને તેમની સાથે એક વિડીયોગ્રાફરને પણ રાખવા તાકિદ કરાઈ છે.
કોરોના-લૉકડાઉનને કારણે રાજ્યની આવકમાં થયો ઘટાડોઃ નીતિન પટેલ
ઝાએ ઉમેર્યું હતું કે સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના 8 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં 590 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ હતુ કે લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની 100 નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે 100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 74 ગુના દાખલ કરાયા છે.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થયેલા હુમલા અંગે વિગતો આપતા ઝાએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં તા. 22 એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે, ખેડા જિલ્લાના સેવાલીયા ખાતે તા. 23 એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. 22 એપ્રિલના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે અને પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે તા. 3 એપ્રિલના રોજ હોમગાર્ડ ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે 18 ગુના નોંધી 44 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ સિવિલમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા કોરોના દર્દીઓને અપાશે હર્બલ-ટી
ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 303 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 10,098 ગુના દાખલ કરીને 19,608 લોકોની અટકાયત કરાઈ છે જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 97 ગુના નોંધીને 124 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી 2005 ગુના નોંધી 3,016 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત સોસાયટીના CCTV આધારે ગઇકાલે 39 ગુનામાં 64 લોકોની જ્યારે આજસુધીમાં 400 ગુનાઓ દાખલ કરીને ૬૫૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇકાલ સુધીમાં 16 અને અત્યારસુધીમાં કુલ 570 ગુના દાખલ કરીને 1170 આરોપીની અટકાયત કરી છે. જેમાં ગઇકાલે 14 એકાઉન્ટ સહિત અત્યાર સુધીમાં કુલ 510 એકાઉન્ટ બંધ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર