સુરત : મેઘરાજા ગુજરાત પર જાણે ઓળઘોળ થયા છે. સિઝન લગભગ પુર્ણ થઇ ચુકી હોવા છતા પણ મધ ચોમાસું હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતી સર્જાઇ છે. સુરતના માંગરોળમાં તો જાણે આભ ફાટ્યું છે. માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. તો બીજી તરપ ઉમરાપાડામાં તો સ્થિતી ખુબ જ વિકટ થઇ છે. ત્યાં 2 કલાકની અંદર 11 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. અનેક નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ઉત્કર્ષ કાર્યક્રમ યોજાય તે અગાઉ દિવ્યાંગ દંપત્તિનો આત્મહત્યાનો પ્રયાસ પરંતુ

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા બે દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં રહી રહીને વરસાદ સમગ્ર વિસ્તારને ધમરોળી રહ્યો છે. માંગરોળ તાલુકા સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં અઢી ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ઉમરપાડા બજારમાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા છે. 1 કલાકમાં સાંબેલાધાર વરસાદ થતા ઉમરાપાડાના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણી ફરી વળતા ઉમરાપાડાથી કેવડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે. જેના કારણે સ્થિતી ખુબ જ વિકટ થઇ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube