ગુજરાતના વિદ્યાર્થીઓએ હવે યુનિવર્સિટી કે કોલેજમાં જવું નહિ પડે, કેન્દ્ર સરકાર શરૂ કરશે ડિજીટલ યુનિવર્સિટી
CECના ડાયરેક્ટર જગતભૂષણ નડ્ડાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે યુનિવર્સિટી કે કોલેજમાં જવું નહિ પડે. વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકાર ડિજીટલ યુનિવર્સિટી શરુ કરશે. 27 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા થાય તેવી સરકારની ઈચ્છા છે.
અતુલ તિવારી/અમદાવાદ: કેન્દ્ર સરકાર વર્ષના અંત સુધીમાં ડિજીટલ યુનિવર્સિટી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે તમારા મનમાં થશે કે આ વળી ડિજીટલ યુનિવર્સિટીમાં શું ભણાવાશે? તો તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેવાને કારણે કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કરી શકતા એવા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સીટી મહત્વપૂર્ણ સાબિત થશે.
ટામેટાની ખેતી કરનારા ગુજરાતના ખેડૂતો થયા બરબાદ, બમણી આવકના ચક્કરમાં સર્વસ્વ લૂંટાયું
જેના અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડિજીટલ કન્ટેન્ટ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મુખ્ય અતિથી તરીકે કેન્દ્ર સરકારના સીઈસીના ડાયરેક્ટર જગત ભૂષણ નડ્ડા ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે અંદાજે 250થી વધુ ડિજીટલ કન્ટેન્ટ ઈએમઆરસી દ્વારા કરાયું છે. ઈએમઆરસીને 7 જેટલી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યો છે. યુનિવર્સિટી પાસે પણ ઓફલાઈન, એક્સટર્નલ અને ઓનલાઈન એમ ત્રણ પ્લેટફોર્મ પર કોર્સ ઉપલબ્ધ છે.
દ્રાક્ષની ખેતીનો ગુજરાતમા ડંકો વાગ્યો,કિસાન ધારે તો સોનું પણ ઉગાડવાની ધરાવે છે તાકાત
CECના ડાયરેક્ટર જગતભૂષણ નડ્ડાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ હવે અભ્યાસ માટે યુનિવર્સિટી કે કોલેજમાં જવું નહિ પડે. વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકાર ડિજીટલ યુનિવર્સિટી શરુ કરશે. 27 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા થાય તેવી સરકારની ઈચ્છા છે. હાલ દેશમાં 1100 જેટલી યુનિવર્સિટી છે અને 40 થી 50 હજાર કોલેજીસ છે.
હવન કરતા સમયે કેમ બોલવામાં આવે છે સ્વાહા? તેની પાછળ શું કારણ છે તે જાણી લો
જો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ડબલ કરવો હોય તો નવી 1100 યુનિવર્સિટી અને બીજી 40 થી 50 હજાર કોલેજીસ બનાવવી શક્ય નથી. જેથી ડિજીટલ એજ્યુકેશન એક માત્ર એવો સોર્સ રહેશે જે લોકો સુધી પહોંચી શકે. જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના કારણે શિક્ષણ નથી લઈ શકતા તેઓ માટે ડિજિટલ એજ્યુકેશન આશીર્વાદરૂપ બનશે. ડિજિટલ યુનિવર્સિટી માટે 8 કોર્સ તૈયાર કરીને યુજીસીને સબમીટ કરાયા છે. ઇતિહાસ, સોશિયોલોજી, પોલીટીકલ સાયન્સ, સાયકોલોજી, ઈકોનોમિક્સ સહિતના ઓનલાઈન કોર્સ તૈયાર કરાયા છે.