હવન કરતા સમયે કેમ બોલવામાં આવે છે સ્વાહા? તેની પાછળ શું કારણ છે તે જાણી લો

એવું માનવામાં આવે છે કે હવનના મંત્રની સાથે બોલવાના શબ્દ સ્વાહાનો અર્થ છે યોગ્ય રીતે પહોંચાડવું અર્થાત કોઈપણ વસ્તુને પોતાના પ્રિય સુધી સુરક્ષિત અને યોગ્ય રીતે પહોંચાડવા માટે સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

હવન કરતા સમયે કેમ બોલવામાં આવે છે સ્વાહા? તેની પાછળ શું કારણ છે તે જાણી લો

નવી દિલ્હીઃ હિંદુ ધર્મમાં અનેક પ્રસંગોએ હવન કરાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં હવનને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. તમે જોયું હશે કે હવનના સમયે ત્યાં હાજર લોકો હવન કુંડમાં હવન સામગ્રીની આહુતિ આપતા સમયે સ્વાહા બોલે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે હવનમાં આહુતિ સમયે કેમ સ્વાહા બોલવામાં આવે છે. તેની પાછળ કેટલીક ધાર્મિક માન્યતાઓ અને રોચક કારણ છે. હવન કેમ કરવામાં આવે છે અને તેનાથી શું લાભ થાય છે તેના વિશે પણ વાંચો વિગતવાર...

પૌરાણિક માન્યતા:
એવું માનવામાં આવે છે કે હવનના મંત્રની સાથે બોલવાના શબ્દ સ્વાહાનો અર્થ છે યોગ્ય રીતે પહોંચાડવું અર્થાત કોઈપણ વસ્તુને પોતાના પ્રિય સુધી સુરક્ષિત અને યોગ્ય રીતે પહોંચાડવા માટે સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે સ્વાહા અગ્નિ દેવતાની અર્ધાગિની છે. આથી હવન દરમિયાન સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે હવન ત્યાં સુધી સફળ થતો નથી જ્યાં સુધી દેવતા ગણ હવનનો ગ્રહણ ન કરી લે. સ્વાહાના માધ્યમથી કરેલા અર્પણથી જ દેવતા ગણ હવનનો સ્વીકાર કરે છે. 

આ પણ એક કારણ છે:
સાથે જ તેની પાછળ એક રોચક કથા છે. માનવામાં આવે છે કે સ્વાહા પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. તેમના લગ્ન અગ્નિ દેવતા સાથે થયા હતા. અગ્નિદેવ પોતાની પત્ની સ્વાહા દ્વારા જ હવન સામગ્રીને ગ્રહણ કરે છે. તેના દ્વારા જ હવન સામગ્રી આહવાન કરવામાં આવેલ દેવતાને પ્રાપ્ત થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણનું વરદાન:
આ સિવાય એક બીજી પણ રોચક કથા છે. આ કથા અનુસાર સ્વાહા પ્રકૃતિની એક કળા હતી. જેમના લગ્ન અગ્નિની સાથે દેવતાઓના કહેવા પર થયા હતા. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણે જાતે સ્વાહાને વરદાન આપ્યું હતું કે તે માત્ર તેના માધ્યમથી જ હવનની સામગ્રીને ગ્રહણ કરી શકશે. આથી કોઈપણ હવન ત્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી આહવાન કરતા સમયે સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં ન આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news