Surat: અમરોલીમાં બિલ્ડરને ચપ્પુના ઘા ઝીંકાયા, બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારીઓ હુમલો કરી ફરાર
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખુબ જ ખસ્તા છે. હાલ અહીં હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય છે. કોઇ પણ વ્યક્તિ પર હુમલો કરવો તે ખુબ જ સામાન્ય બાબત છે. અમરોલી મનિષા ગરનાળા નજીક કન્સ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી બે અજાણ્યા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને બન્ને કરીને નાસી ગયેલા બન્ને હુમલાખોરો અંગે બિલ્ડરે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
સુરત : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખુબ જ ખસ્તા છે. હાલ અહીં હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય છે. કોઇ પણ વ્યક્તિ પર હુમલો કરવો તે ખુબ જ સામાન્ય બાબત છે. અમરોલી મનિષા ગરનાળા નજીક કન્સ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી બે અજાણ્યા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને બન્ને કરીને નાસી ગયેલા બન્ને હુમલાખોરો અંગે બિલ્ડરે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
AHMEDABAD: સગીરા પર તેના પિતાએ દુષ્કર્મ કરતા તે ભાગી બસ સ્ટેન્ડે પહોંચી તો પાંચ લોકોએ ફરી...
આઠ વાગ્યે ઓફિસથી બહાર નીકળ્યા
વરાછા એ.કે. રોડ સ્થિત શારદા વિહાર સોસાયટીમાં રહેતા કાળુભાઇ લક્ષ્મણ સાવલીયા (ઉ.વ .૪૯ મૂળ રહે. સરસઇ ગામ, તા. વિસાવદર, જિ. જુનાગઢ) નરેશ મનજીભાઇ ઇટાલીયા (રહે. ૩૪, ક્રિષ્નાપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા) સાથે ભાગીદારીમાં અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત મનિષા ગરનાળા નજીક દિવ્યા મોલ નામની કન્સ્ટ્રકશનની સાઇટ પર ધરાવે છે. ગત રાત્રે 8 વાગ્યે બંને ભાગીદાર સાઇટની ઓફિસે હાજર હતા અને નરેશ ઇટાલીયા મોલની લાઇટીંગનું કામ ચાલુ હતું તે જાવા ઓફિસની બહાર ગયા હતા. કામ પુરૂ થઇ ગયું હોવાથી નરેશે કાળુભાઇને કામ જોવા માટે ફોન કરી ઓફિસની બહાર બોલાવ્યા હતા.
RAJKOT: શહેરમાં માથાભારે તત્વો બેફામ, ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે PSI પર હુમલો
ઘર તરફ જતી વખતે હુમલો
બંને ભાગીદારો લાઇટીંગનું કામ જાયા બાદ નરેશભાઇ ઓફિસમાં ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને કાળુભાઇ પોતાની બાઇક લઇ ઘરે જવા નીકળી રહ્ના હતા. ત્યારે મનીષા ગરનાળા તરફથી ઍક બાઇક ઉપર બે યુવાનો ઘસી આવ્યા હતા. જે પૈકી બાઇક પર પાછળ બેસેલા બુકાનીધારી યુવાને કાળુભાઇ પાસે ઘસી આવી ડાબા પગના સાથળના ભાગે ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકીને નાસી છુટ્યા હતા.
Bhavnagar માં બે શખ્સોએ યુવાનને જીવતો સળગાવ્યો, 90 ટકા દાઝી જતાં સ્થિતિ ગંભીર
પોલીસે તપાસ આદરી
નરેશભાઇને જાણ થતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાળુભાઇને સારવાર માટે તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે કાળુ સાવલીયાએ હુમલો કરનાર અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube