RAJKOT: શહેરમાં માથાભારે તત્વો બેફામ, ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે PSI પર હુમલો

આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સહિત ડી સ્ટાફનો સ્ટાફ આરોપીને પકડવા પહોંચ્યા હતા ત્યારે આરોપીનાં સાગ્રીતો સહિત 15 શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ પોલીસે કુખ્યાત કુકી ભરવાડ સહિત 5 શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. 
RAJKOT: શહેરમાં માથાભારે તત્વો બેફામ, ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે PSI પર હુમલો

રાજકોટ : આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સહિત ડી સ્ટાફનો સ્ટાફ આરોપીને પકડવા પહોંચ્યા હતા ત્યારે આરોપીનાં સાગ્રીતો સહિત 15 શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ પોલીસે કુખ્યાત કુકી ભરવાડ સહિત 5 શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. 

રાજકોટનાં માલવિયાનગર વિસ્તારમાં આવેલા ખોડીયારપરા નજીક ચામુંડા હોટલ પાસે પોલીસ પર હુમલાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા કુખ્યાત આરોપી કુકી ભરવાડે મારામારી કરી હતી. જેની ફરીયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આરોપી કુકી ભરવાડ ચામુંડા હોટલ પાસે હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી માલવિયાનગર ડી સ્ટાફ પીએસઆઇ વી. કે. ઝાલા અને ડી સ્ટાફ આરોપી કુકી ભરવાડને પકડવા પહોંચ્યો હતો. ત્યારે આરોપી કુકી ભરવાડનાં સાગ્રીતો એકત્ર થઇ ગયા હતા અને પોલીસે પર કાચની બોટલો અને પથ્થરમારો ચલાવ્યો હતો. જેમાં પીએસઆઇ વી. કે. ઝાલા અને કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપી કુકી ભરવાડ સહિત 5 શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. 

માલવિયાનગર પોલીસ પર હુમલો કરનારા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. જેને આધારે પોલીસે ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે. જોકે બે દિવસ પહેલા થયેલી માથાકુટનાં આરોપીને પકડવા જતા 15 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કુકી ભરવાડની પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે. સાથે જ કુકી ભરવાડ પર કેટલા ગુનાઓ નોંધાયેલા છે અનેતેની ગેંગમાં કેટલા લોકો સામેલ છે તે સહિતની દીશામાં તપાસ શરૂ કરી છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કાબુમાં હોવાનાં પોલીસ કમિશ્નર દાવાઓ કરી રહ્યા છે પરંતુ રાજકોટમાં લુખ્ખા ત્તત્વો થી ખુદ પોલીસ જ સુરક્ષીત નથી તો પ્રજા ક્યાંથી સુરક્ષીત હોય તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે આવા કહેવાતા કુખ્યાત શખ્સોને પોલીસ ક્યારે સિધા દોર કરે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news