AHMEDABAD: સગીરા પર તેના પિતાએ દુષ્કર્મ કરતા તે ભાગી બસ સ્ટેન્ડે પહોંચી તો પાંચ લોકોએ ફરી...

શહેરના ઇસનપુરમાં રહેતી એક સગીરા પર પાંચ વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મની આ ઘટનામાં સગીરાના પાલક પિતા પણ હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષીય સગીરાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પાલક પિતા સહિત પાંચ આરોપીઓને ઝડપીને મેડિકલ ટેસ્ટ કરાવીને આગળ તપાસ આદરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આશરે 1 વર્ષ પહેલા કિરણસિંહ ઝાલા નામના વ્યક્તિએ પીડિતાને પાલક પિતા તરીકે ચાંદોગરમાં પોતાના ઘરે રાખી હતી. 

AHMEDABAD: સગીરા પર તેના પિતાએ દુષ્કર્મ કરતા તે ભાગી બસ સ્ટેન્ડે પહોંચી તો પાંચ લોકોએ ફરી...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના ઇસનપુરમાં રહેતી એક સગીરા પર પાંચ વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મની આ ઘટનામાં સગીરાના પાલક પિતા પણ હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષીય સગીરાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પાલક પિતા સહિત પાંચ આરોપીઓને ઝડપીને મેડિકલ ટેસ્ટ કરાવીને આગળ તપાસ આદરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આશરે 1 વર્ષ પહેલા કિરણસિંહ ઝાલા નામના વ્યક્તિએ પીડિતાને પાલક પિતા તરીકે ચાંદોગરમાં પોતાના ઘરે રાખી હતી. 

આરોપી સગીરાની માતાની ગેરહાજરીમાં અવારનવાર બળજબરી પુર્વક તેની સાથે સંબંધ બાંધતો હતો. કોઇના કહેવા પર સગીરાને ઘરેથી કાઢી મુકવાની ધમકી આપતો હતો. જો કે આ વાતની જાણ સગીરાની માતાને થઇ હતી જેના પગલે બે મહિના પહેલા તે તેને ઇસનપુર ચંડોળા તળાવ ખાતે મુકી ગયા હતા. જો કે સગીરાને માતા સાથે રહેવું હોવાથી તે ઇસનપુરથી ચાંદોગર જવા નારોલ સર્કલ રીક્ષા સ્ટેન્ડ પર ઉભી હતી. દરમિયાન રવિ નામનો વ્યક્તિ તેને લગ્નની લાલચ આપીને રીક્ષામાં લાંભામાં પોતાના મિત્ર હસમુખના ઘરે લઇ ગયો હતો. ત્યાં તેની સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું. આ વાતની જાણ હસમુખે પણ પરાણે સંબંધો બાંધ્યા હતા. 

રવિ અને હસમુખ બંન્ને પીડિતાને હસમુખના મમ્મીના ઘરે પીપળજ લઇ ગયા હતા. અહીં દશરથ તથા સેધીયા નામના બે વ્યક્તિએ સગીરાને પોતાની સાથે રાખવા અને લગ્ન કરવાનું કહીને એકબીજાની મદદથી વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા. ાખરે પીડિતાએ ઇસનપુર પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. હાલમાં તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો તથા IPC ની કલમ હેઠલ ફરિયાદ નોંધીને આગળની તપાસ આધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news