સુરત: મહિલા વકીલે ફાંસો ખાઇને આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ થયો
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસ તપાસમા મહિલાનો ફોન ફોર્મેટ કરેલો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ આપઘાતનું કારણ પણ અકબંધ છે. અમરોલી વિસ્તારમાં આવેલી શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા પરિવાર સાથે રહેતી હતી અને વકીલાતનો અભ્યાસ કરતી હતી.
સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસ તપાસમા મહિલાનો ફોન ફોર્મેટ કરેલો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ આપઘાતનું કારણ પણ અકબંધ છે. અમરોલી વિસ્તારમાં આવેલી શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા પરિવાર સાથે રહેતી હતી અને વકીલાતનો અભ્યાસ કરતી હતી.
સુરત: જાહેરનામાનો ભંગ કરી ભાવિકો દ્વારા રઝળતી મુકાયેલી 800 મુર્તિઓનું દરિયામાં પુન: વિસર્જન કરાયું
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગતરોજ વારે ઘરે ફોનમાં વાત કરતા કરતા બેડરૂમમાં ગઇ હતી. ત્યાર બાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. થોડા સમય બાદ પરિવારજનોએ ધૃતીના બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા પોલીસ દોડી આવી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: પતિની હત્યારી પત્નીએ આપ્યો બાળકીને જન્મ, કોર્ટે જામીન મંજુર રાખ્યા
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા વકીલે આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાનો ફોન ફોર્મેટ મારી દીધો હતો. જેથી તે કોની સાથે વાત કરી રહી હતી તે જાણ થઇ નથી. તેના આપઘાતનું કારણ પણ હાલ અકબંધ છે. પરિવારના અનુસાર તેના પિતા હીરા દલાલ છે. મૃતકની અન્ય બે બહેનો અને એક ભાઇ છે. બે મહિના પહેલા જ તેની સગાઇ થઇ હતી. પોલીસે આ મુદ્દે વધારે તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર