ગોઝારો અકસ્માત; સુરત બારડોલી હાઇ-વે મૃતક પરિવારની ચિંચિયારીથી ગૂંજી ઉઠ્યો, એક જ પરિવારમાં 6ના મોત
સુરત બારડોલી નેશનલ હાઈવે પર બપોર બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીનાં બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
સંદીપ વસાવા/સુરત: સુરત જિલ્લાના બારડોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે,બારડોલી-મહુવા રોડ ઉપર બમરોલી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 7 પૈકી 6 લોકોના મોત થયા છે. અકસ્માતમાં કારનો કક્ચરધાણ વળી ગયો હતો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે લેવાશે NEET UG 2023ની પરીક્ષા, આ બાબતોનું રાખજો ધ્યાન
સુરત શહેર અને જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. બારડોલીના બમરોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભુક્કો બોલી ગયો હતો બીજી તરફ આ ઘટનામાં 3 મહિલા, 1 પુરુષ, 1 બાળકી અને 1 બાળક સહિત 6 લોકોના મોત થયા છે. જ્યારે પરિવાર નો એક બાળક ગંભીર હાલત માં સારવાર હેઠળ છે. મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતું હોવાની માહિતી સામે આવી રહી છે બીજી તરફ પરિવાર તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. દરમ્યાન તેઓની કાર ડમ્પર સાથે અથડાઈ હતી,અકસ્માતની ઘટનાને લઈ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માત ની ઘટના અંગે તાગ મેળવ્યો હતો.
'હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂને કે બદલે ખૂન...'
મૃતકનું નામ
મહેશ ભાઈ લક્ષમણ ભાઈ રાઠોડ, રહે માંડવી, નોકરી:- રેલ્વે પોલિસ વડોદરા
વનિતા બેન રાઠોડ (પત્ની)
નવ્યાં રાઠોડ (બાળકી)
તમન્ના રાઠોડ
દીકરાની હાલત ગંભીર, હાલ સારવાર હેઠળ
બારડોલી નજીક બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે માંડવીના ધારા સભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજી હળપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું,અકસ્માતમાં એક સાથે માંડવી તાલુકાના ૬ લોકોના મોત નિપજતાં મંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી, આવતી કાલે મંત્રી કુંવરજી હળપતિ સર્વ જ્ઞાતિ સમાજના ૧૫૬ જોડાના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે ત્યારે મંત્રી આ દુઃખની ધડીમાં ઘટના સ્થળે જઈ નથી સક્યા મહત્વનું છે કે મંત્રી આવતી કાલે ૧૫૬ દીકરીઓ ના લગ્ન કરાવી રહ્યા છે ત્યારે આવા શુભ અવસરે હિંદુ રિવાજ મુજબ તેઓ દુઃખદ પ્રસંગે સ્થળ ઉપર જઈ નથી શક્યા પરંતુ મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમ થી સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતું હતું.
આખરે કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું સ્વપ્ન મર્યા પછી પણ સાકાર કર્યુ
અકસ્માત ને લઈ પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું, ઈશ્વર પરમારે દુઃખ વ્યક્ત કરતાં બેફામ દંપર ચાલકો સામે રોષ પણ ઠાલવ્યો હતો, ગતિ મર્યાદા નક્કી કરી લોકોનો જીવ જોખમમાં ન મુકવા ઈશ્વર પરમારે અનુરોધ કાર્યો હતો,વધુમાં તેમણે બેફામ દોડતા ડંપર ચાલકો સામે નારાજગી વ્યક્ત કરી આ મામલે સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી હતી.
રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, લગ્નના આગલા દિવસે જ યુવકની કરપીણ હત્યા
અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો, અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.