ચેતન પટેલ/સુરત :સમગ્ર રાજ્યમાં આતંક ફેલાવતી ચીકલીખર ગેંગ આખરે પોલીસ પકડમાં આવી છે. આ વખતે પોલીસે ચીકલીગર ગેંગને દબોચી લીધા છે. ગઇકાલે સુરત પોલીસે ચીખલીગર ગેંગને આંતરીને ફિલ્મી ઢબે પકડી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. આ સમયે ક્રાઇમબ્રાન્ચ અને ચીકલીગર ગેંગ વરચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની પોલીસને ગોળ ગોળ ફેરવતી ખૂંખાર ચીકલીગર ગેંગ આખરે પકડાઈ ગઈ છે. બારડોલી દાસ્તાન ફાટક પાસેથી ઈકો કારમાં સવાર થઈને પસાર થઈ રહેલી ચીકલીગર ગેંકના 3 સદસ્યોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસને જોતા જ તેમણે કાર રિવર્સમાં લીધી હતી, પરંતુ પોલીસ તેમને છટકવા દીધા ન હતા. પોલીસે કાર પર લાકડાથી હુમલો કર્યો હતો, અને 2 સદસ્યોને પકડી પાડ્યા છે. 


આ પણ વાંચો : 145 મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, રુટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, ગૃહરાજ્ય મંત્રીએ પગપાળા સમીક્ષા કરી



કેવી રીતે પાર પાડ્યુ ઓપરેશન
ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ઈકો કારમાં સવાર થઈને ચીકલીગર ગેંગના કેટલાક સદસ્યો બારડોલી પાસેથી પસાર થવાના છે. ત્યારે ટીમ તેમના પહોંચતા પહેલા જ તૈનાત થઈ ગઈ હતી. જેમ કાર આવી તેમ આખી ટીમ તેમના પર દંડા લઈને તૂટી પડી હતી. લગભગ 12 જેટલા પોલીસ કર્મીોએ કાર પર લાકડાથી પ્રહાર કર્યા હતા. જેમાં કારમાં સવારે બે સાગરિતોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પકડાઈ ગયા હતા. તેમને પકડવા માટે પોલીસે રોડ પર એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઉભુ કરી દીધું હતું. ઈકો કાર ભગાવતા કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યા જ ફસાઈ ગઈ હતી. 


આ પણ વાંચો : ભગવાન જગન્નાથને પ્રિય પ્રસાદ ખાજા સુરતના ઘરે ઘરે ખવાય છે, કેરી સાથે ખાઓ તો જાણે ભગવાન મળ્યા હોય તેવુ લાગે!



ચીકલીગર ગેંગનો આતંક
ચીકલગર ગેંગનો આતંક સમગ્ર સુરત જિલ્લામાં ફેલાયેલો છે. આ ગેંગ રાત્રી ઘરફોડ, ધાડ, ધાડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે. આ ગેંગની ખાસ વાત એ છે કે, ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતના મળીને આરોપીઓ સામેલ છે. બે સાગરિતો પકડાતા હવે ક્રાઈમ બ્રાન્ચને તેમના વધુ ગુના ઉકેલાય અને અન્ય સાથીઓ સુધી પહોંચી શકશે તેવી આશા છે. 



ગેંગની મોડસ ઓપરેન્ડી
આ ગેંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. તેઓએ સુરત પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. તેઓ ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી પર કામ કરતા હતા. આ ખૂંખાર ટીમ શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતા હતા અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી.