Surat News: સુરતના નકલી માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં પોલીસ એક બાદ એક એજન્ટોની ધરપકડ કરી રહી છે. જેમાં સુરત પોલીસને દિલ્લીથી વધુ એક માસ્ટરને પકડવામાં સફળતા મળી છે. ત્યારે કોણ છે આ માસ્ટર માઈન્ડ અને આખાય કૌભાંડ શું હતો તેનો રોલ જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયુ, આ નેતાઓના નામ લાઈનમા, જાણો કઈ છે બેઠકો


  • શિક્ષાના નામે નકલનો ધંધો

  • દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ 

  • દિલ્લીથી સુરત સુધી જોડાયા તાર 


ભાજપને ભારે પડ્યું સાબરકાંઠા: ભૂકંપના ઝટકાની કમલમ સુધી અસર, પોલીસ ગોઠવવી પડી!


સુરતના નકલી માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. આખા દેશમાં ફેલાયેલા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ એવા રાહુલ સૈનીને સિંગણપોર પોલીસે હરિયાણાથી દબોચી લીધો છે. સાથે જ આરોપી પાસેથી 60 જેટલી બોગસ ડિગ્રી અને નકલી માર્કશીટ પણ જપ્ત કરી છે. 


આ વિસ્તારોમાં જોવા મળશે પ્રી-મોનસુન એક્ટિવિટી, આંધી-વંટોળ અને ભારે પવનો ફૂંકાશે!


ગત 21 માર્ચના રોજ સુરત પોલીસે સિંગણપોરમાંથી નિલેશ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નિલેશ પાસેથી પોલીસે 137 અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની નકલી માર્કશીટ અને જુદી જુદી યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રીઓ કબજે કરી હતી. 


ડ્રગ્સ ટેસ્ટમાં દવાઓ ફેલ ગયા બાદ ગુજરાતી કંપનીઓ વરસી પડી, આ પાર્ટીને આપ્યા કરોડો


આરોપી પાસેથી આટલી મોટી સંખ્યામાં બોગસ ડિગ્રી અને માર્કશીટ મળી આવતા પોલીસને પણ મોટા કૌભાંડની ગંધ આવી ગઈ હતી, જેથી પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ કરતા એક બાદ એક કડીઓ મળવા લાગી હતી, અને તેના આધારે જ એક પછી એક આરોપીઓ પોલીસ સકંજામાં આવતા ગયા હતા. પોલીસે આ આખા કૌભાંડમાં અત્યાર સુધી માસ્ટર, એજન્ટ અને નકલી સર્ટિફિકેટનો ઉપયોગ કરનારા સહિત 6 લોકોને દબોચી લીધા છે.


આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન મુદ્દે મોટી બબાલ! ગુજરાતના આ જિલ્લામાં બે સમાજો વચ્ચે તણાવ


સુરતથી દિલ્લી અને દિલ્લીથી આખા દેશમાં ફેલાયેલા આ કૌભાંડની વિગતે વાત કરીએ તો કૌભાંડના મુખ્ય 3 માસ્ટર માઈન્ડ છે. દિલ્લીમાં બેઠેલા મનોજકુમાર, કરણ અને રાહુલ સૈની. જેમાં નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ છે. નિલેશ જેવા અનેક એજન્ટ દેશમાં ફેલાયેલા છે. આ એજન્ટોએ પણ પોતાના માણસો રાખ્યા છે. જેમનું કામ નકલી માર્કશીટ બનાવવા માંગતા લોકોને શોધવાનું છે. થોડા દિવસ પહેલાં જ પોલીસે ગુજરાતના એજન્ટ નિલેશ સાવલિયાના બે માણસ શૈલેષ જેઠવા અને આસિફ જીવાણીની ધરપકડ કરી છે.