Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત સચિનમાં એથર કેમિકલ કંપની બ્લાસ્ટની ઘટનામાં 7 લોકોના કંકાલ સુરત સિવિલ હોસ્પિટમાં પીએમ અર્થ લાવવામાં આવ્યા છે.બ્લાસ્ટ ની ઘટનામાં 27 લોકો દાજી ગયા હતા. પોલીસને 7 લોકોના ગુમની ફરિયાદ મળી હતી. કંપનીમાંથી 7 લોકોના કંકાલ મળી આવ્યા હતા. કંકાલના DNA કરવામાં આવશે. ત્યાર બાદ પરિવારને મુતદે સોંપવામાં આવશે. હાલ સમગ્ર ઘટના મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે .Fsl રીપોર્ટ બાદ વધુ તપાસ હાથ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે તો NDRF ની પણ મદત લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં એકવાર ફરી આગની ઘટના બની છે જેણે સૌ કોઇનું ધ્યાન ખેચ્યું છે. સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલ એથર કંપનીમાં કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં 27 કારીગરો દાઝી ગયા હતા. દાઝી ગયેલા તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કંપની કામ કરી રહેલા અનેક કારીગરો ગુમ થઈ જવાની બુમ ઉઠી હતી. આગની ઝપેટમાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 7 લોકોના કંકાલ કંપનીમાંથી કાઢી સિવિલ પીએમ અર્થ મોકલી આપ્યા છે. હજું પણ શોધખોળ ચાલી રહી છે તેવું સુરત શહેરના એસપી આરએલ માવાણીએ જણાવ્યું, 


તમે બિલ ભર્યું પણ તમારી પાલિકાએ ન ભર્યું : ગુજરાતની પાલિકાઓનુ કરોડોનું વીજ બિલ બાકી


મૃતકોના નામ- ગુમ થયેલ યાદી (પોલીસ મુજબ, અંદાજિત)


  • દિવ્યેશ પટેલ

  • સંતોષ વિશ્વકર્મા

  • સનત મિશ્રા

  • ધર્મેન્દ્ર કુમાર

  • ગણેશ પ્રસાદ

  • સુનીલ કુમાર

  • અભિષેક સિંહ


જરૂર પડે તો NDRF ની પણ મદદ લેવામાં આવશે
મહત્વની વાતએ છે કે સચિન GIDC વિસ્તારમાં આવેલી  કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં ભયંકર બ્લાટ થતા આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 7 કામદારોના કંકાલ બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 27 કામદારો દાઝ્યા હતા જ્યારે 7 કામદારો લાપતા થયા હતા. જરૂર પડે તો NDRF ની પણ મદદ લેવામાં આવશે.


ખેડામાં શંકાસ્પદ પીણું પીધા બાદ 6 યુવકોના ટપોટપ મોત, એકને તો આંખે દેખાવાનું બંધ થયું


Tata Tech IPO Listing: ટાટાનો IPOઓ તો બધાનો બાપ નીકળ્યો, ખૂલતાં જ કમાઈ ગયા રોકાણકારો