Tata Tech IPO Listing: ટાટાનો IPOઓ તો બધાનો બાપ નીકળ્યો, ખૂલતાં જ કમાઈ ગયા રોકાણકારો
Tata Technologies IPO Listing: BSE પર શેર 1200 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. જ્યારે કે તેની ઈશ્યુ પ્રાઈઝ 500 રૂપિયા હતી... એટલે કે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થતા જ ઈન્વેસ્ટર્સને 140 ટકાનું બમ્પર પ્રોફિટ મળ્યું
Trending Photos
Tata Technologies IPO Listing : શેર માર્કેટમાં આજનો દિવસ તેજીનો રહ્યો છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેકનોલોજીનું ધમાકેદાર લિસ્ટીંગ થયું છે. BSE પર શેર 1199 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. જ્યારે કે તેની ઈશ્યૂ પ્રાઈઝ 500 રૂપિયા હતી. શેર NSE પર 1200 રૂપિયા પર લિસ્ટ થયો છે. એટલે કે, જેને પણ આ આઈપીઓ લાગ્યો છે તેઓને ચાંદી જ ચાંદી થઈ છે, એક્સચેન્જ પર આઈપીઓ લિસ્ટ થતા જ ઈન્વેસ્ટર્સને 140% ના બમ્પર પ્રોફિટનો ફાયદો થયો છે. આ પહેલા IPO માટે પણ રેકોર્ડબ્રેક એપ્લિકેશન મળ્યુ હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) પછી લગભગ બે દાયકામાં ટાટા ગ્રુપનો આ પહેલો IPO છે, જેને ઈન્વેસ્ટર્સને હાથહાથ મેળવ્યા છે. Tata Tech IPO લિસ્ટીંગના અંતિમ દિવસે 70 ગણો ભરીને બંધ થયો હતો. માર્કેટ ગુરુના જણાવ્યા અનુસાર, લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ પોર્ટફોલિયોમાં આ શેર રાખવા જેવા છે.
Tata Tech IPO Listing Profit
- ઈશ્યૂ પ્રાઈઝ : 500 रुपए
- લિસ્ટીંગ પ્રાઈઝ : 1199.95
- લોટ સાઈઝ : 30 શેર
- લિસ્ટીંગ પ્રાઈઝ: 21000 રૂપિયા/લોટ
તમે બિલ ભર્યું પણ તમારી પાલિકાએ ન ભર્યું : ગુજરાતની પાલિકાઓનુ કરોડોનું વીજ બિલ બાકી
Tata Technologies IPO: મહત્વની માહિતી
- IPO તારીખ : 22 થી 24 નવેમ્બર
- ઈશ્યૂ પ્રાઈઝ : 500 રૂપિયા/શેર
- ઈશ્યૂ સાઈઝ : 3042.5 કરોડ રૂપિયા
- લોટ સાઈઝ : 30 શેર
- સબ્સક્રિપ્શન : 69.43 ગણું
ખેડામાં શંકાસ્પદ પીણું પીધા બાદ 6 યુવકોના ટપોટપ મોત, એકને તો આંખે દેખાવાનું બંધ થયું
ટાટા ટેકના શેરોએ શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. બન્ને સુચકાંકો પર શેરની લિસ્ટિંગ ઈશ્યુ પ્રાઈસના મુકાબલે ડબલ કરતા વધારે કિંમત પર થયું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ટાટા ટેક હાલ 1300 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યું છે. શરૂઆતી વ્યાપારમાં શેર 1400 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. તેનો મતલબ છે કે આ શેર પર લગભગ ત્રણ ગણો નફો રોકાણકારોને મળી રહ્યો હતો.
ટાટા ટેકના શેરની જબરદસ્ત લિસ્ટિંગનું અનુમાન પહેલાથી જ લગાવવામાં આવી રહ્યું હતું. જે પ્રકારે ગ્રે માર્કેટમાં ટાટા ટેકને રિસ્પોન્સ મળી રહ્યો હતો તેના ઉપરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે શેર ધમાકેદાર ઓપનિંગ કરશે.
આ IPO માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ IPO 64.43 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ગુરુવારે સવારે ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેર 80 ટકા અથવા રૂ. 400ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે