સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગજ્જર કમ્પાઉન્ડના એક હીરાના કારખાનામાંથી 15 લાખ રૂપિયાનાં હીરાની ચોરી ગણત્રીની મિનિટોમાં થઇ ગઇ હતી. રફ હીરાની ચોરી થતા વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઇ હતી. સીસીટીવીમાં તમામ ચોર માસ્ક પહેરીને આવ્યા હતા જેથી તેમની ઓળખ શક્ય બની નહોતી. આ ઉપરાંત તમામ દરવાજા અને તિજોરી ચાવી દ્વારા જ ખોલવામાં આવી હોવાથી પોલીસ પણ વિચારમાં પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા

પોલીસને પ્રાથમિક તપાસમાં લાગ્યું કે, ચોર કોઇ જાણ ભેદું જ હતો. જેથી મેનેજરથી માંડીને તમામની પુછપરછ કરી હતી. ત્યાર બાદ 3 લોકોની ધરપકડ કરી હતી. જેમાં કંપનીના મેનેજરની ભુમિકા બહાર આવતા સમગ્ર ભેદ ઉકેલાયો હતો.મુળ બોટાદનો રહેવાસી અને વરાછા મેઇન રોડ પર ગુરૂનગરમાં 60-61 નંબરનાં મકાનમાં રહેતા મોહન જયરાજભાઇ ગાબાણીને કાપોદ્રામાં હીરાનું કારખાનું છે. તેઓ રશિયન રફ ડાયમંડ તૈયાર કરે છે. રવિવારે રજા હોવાથી 2 કારીગરો સિવાય કારખાનામાં કોઇ નહોતું. બંન્ને કારીગરો ગયા બાદ મેનેજરે જ પોતાનાં મળતીયાઓ દ્વારા હીરાની ચોરી કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 


સુરતમાં પ્રેમ લગ્ન, પત્ની પર શંકા આખરે રાક્ષસ બનેલા પતિએ બાળકીને બીજા માળેથી ફેંકી

પોલીસે ગણત્રીની કલાકોમાં જ સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો છે. મેનેજર ભુપેન્દ્ર રાજપુતની ધરપકડ કરી છે. તેની પાસેથી 498.04 કેરેટનાં અંદાજે 15 લાખનાં હીરા પણ ઝડપી લીધા છે. તેના મળતીયા જીગર સોની અને જીગ્નેશ વ્યાસની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર રાજપુત 15 વર્ષથી આ કારખાનામાં કામ કરતો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube