સુરતમાં પ્રેમ લગ્ન, પત્ની પર શંકા આખરે રાક્ષસ બનેલા પતિએ બાળકીને બીજા માળેથી ફેંકી

Updated By: Sep 22, 2020, 11:20 PM IST
સુરતમાં પ્રેમ લગ્ન, પત્ની પર શંકા આખરે રાક્ષસ બનેલા પતિએ બાળકીને બીજા માળેથી ફેંકી

* યુવતીએ પ્રેમને પામવા માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કર્યો અને ભાગી ગઇ
* લગ્ન બાદ પતિ ચારિત્ર પર શંકા રાખીને વારંવાર મારઝુડ કરતો રહેતો હતો
* બાળકી પોતાની નહી હોવાનું કહીને પતિએ આચર્યું રાક્ષસી કૃત્ય

સુરત : શહેરના સલાબતપુરા વિસ્તારમાં માન દરવાજા વસાહતમાં રહેતા યુવકે પત્નીના ચારિત્ર પર શંકા જતા એક વર્ષની દિકરીને બીજા માળેખી ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે. પત્ની સાથે ઝગડા બાદ ઉશ્કેરાયેલા યુવકે પોતાની ઉંઘી રહેલી દિકરીનો પહેલા માળેથી ઘા કર્યો હતો. જો કે સદનસીબે બાળકી બચી તો ગઇ છે પરંતુ તેને ગંભીર ઇજા પહોંચી છે.

ઉદ્યોગપતિની આત્મહત્યામાં ગુનેગાર PI અને 3 કોન્સ્ટેબલની સસ્પેન્શન બાદ બદલી

પત્નીને આડા સંબંધ અને બાળકી પોતાની નહી હોવાની આશંકા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર માન દરવાજા બેઠી કોલોની પાસે વસાહતમાં ભાવિન સોનવણે પોતાની એક વર્ષની દિકરી અને પત્ની સાથે રહે છે. જો કે ગત્ત રોજ કામિની સાથે માથાકુટ થતા ભાવિન ઉશ્કેરાયો હતો અને કામિનીને માર માર્યો હતો. જેથી તે પોતાની માતાના ઘેર જવા નિકળી હતી. જો કે પુત્રી સુઇ રહી હતી. જો કે નિર્દયી બાપે આને પણ સાથે લેતી જા કહીને બીજા માળેથી જ પોતાની જ બાળકીનો ઘા કર્યો હતો. 

બિનકાયદેસર બાંધકામને કોર્પોરેટર દિલીપ બગરીયાનું સંરક્ષણ, અધિકારીઓને જોઇ લેવાની ધમકી આપી

ભાવિન સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
હાલ બાળકીને સારવાર માટે રિંગરોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ છે. કામિનીએ હાલ તો પોતાના જ પતિ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. જો કે ભાવિન હાલ ફરાર થઇ ગયો છે. બીજી તરફ ભાવિને આ દિકરી પોતાની નહી હોવાનું તથા પોતાની પત્ની ચરિત્રહિન હોવાની આશંકાએ આ કૃત્ય કર્યું હોવાનો આરોપ તેની પત્નીએ કર્યો છે. 

ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા

બાળકી મોત સામે લડી રહી છે લડાઇ
બાળકીની સારવાર કરનારા ડોક્ટરના અનુસાર બાળકીના માથે ડાબી તરફ ખુબ જ ગંભીર ઇજા પહોંચી છે. જમણી તરફથું અડધુ અંગ ઓછુ કામ કરે છે. ઉપરાંત માથામાં પણ હેમરેજ થયું છે. અનેક ભાગોમાં ફ્રેક્ચરનાં કારણે સારવાર મુશ્કેલ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કામિની અને ભાવિને પ્રેમ લગ્ન કર્યા હતા. બંન્ને ભાગ્યા ત્યારે બંન્ને વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. જો કે લગ્ન બાદ ભાવિને પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube