પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા વડોદમાં આધેડે પડોશમાં જ રહેતી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આધેડ બાળકીને ચોકલેટ લેવા માટે 10 રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પાસે માતાએ 10 રૂપિયા જોતા બાળકીને પૈસા ક્યાંથી લાવી પૂછતાં. સમગ્ર હકીકત સામે આવતા માતા ચોંકી ઉઠી હતી.માતાએ તાત્કાલિક સમગ્ર મામલે પાંડેસરા પોલીસેન જાણ કરતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, 3ના મોત, એકની હાલત ગંભીર


સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ SMC આવાસમાં રહેતા એક પરિવારની 5 વર્ષની દીકરી ઘર પાસે રમી રહી હતી. દરમિયાન બાળકીના ઘર નજીકમાં જ રહેતો 52 વર્ષીય વિનોદ રામજનસિંહ કુશવાહએ બાળકીને ચોકલેટ ખરીદવા 10 રૂપિયા આપવાની લાલચ બાળકીને પોતાના ઘરમાં લઇ ગયો હતો. બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં નરાધમ આધેડએ બાળકીને 10 રૂપિયા આપ્યા હતા. બાળકી પૈસા લઈ ઘરે આવી પહોંચી હતી.


ગુજરાતના હજારો ઉમેદવારો માટે ખુશખબર; તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર


બાળકીની માતાએ બાળકીના હાથમાં 10 રૂપિયાની નોટ જોતા બાળકીને આ રૂપિયા ક્યાંથી લાવી પૂછ્યું હતું. બાળકીએ સામે રહેતા નરાધમ વિનોદ કુશવાહએ ચોકલેટ લેવા માટે 10 રૂપિયા આપી તેના કપડાં ઉતારી તેની સાથે ખરાબ કામ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. માતા આ વાત સાંભળી ચોંકી ઉઠી હતી. બાળકીને વધુ પૂછપરછ કરતા બાળકીએ આ નરાધમએ પહેલાં પણ બાળકી ને 10 રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.બાળકીની માતાએ નરાધમના કૃત્ય બાબતે પાંડેસરા પોલીસને જાણ કરી હતી.પાંડેસરા પોલીસ ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક નરાધમ સુધી પહોંચી તેને પકડી પડયો હતો.


અંધાપાકાંડને 11 મહિના વીત્યા છતાં વળતર ચૂકવવામાં સરકારની આડોડાઈ! દર્દીઓએ દર્દનાક...


મૂળ બિહારનો વતની નરાધમ વિનોદ કુશવાહ અપરિણી છે.છેલ્લા કેટલાક વર્ષથી પાંડેસરા વડોદ ખાતે એકલો રહે છે.નરાધમે પડોશમાં જ રહેતી 5 વર્ષીય માસુમ દીકરીને ચોકલેટ ખરીદવા 10 રૂપિયાની લાલચ આપી તેના જ ઘરમાં બોલાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.


'મારે યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર...', રાજકોટ લવજેહાદ કેસમાં નવો વળાંક


હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે બાળકીના પરિવારની ફરિયાદ લઈ આરોપી વિનોદ કુશવાહ વિરુદ્ધ 376,પોસ્કો સહિત વિવિધ કલમો લગાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કડક કાર્યવાહી કરી છે.