'મારે યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું', રાજકોટ લવજેહાદ કેસમાં નવો વળાંક

હાઇકોર્ટમાં યુવતીએ નિવેદન આપ્યું હતું કે, 'મારે એ યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું''''. જેથી હાઇકોર્ટે બે દિવસમાં તમામ ડોક્યુમેન્ટ મહેબુબે નારી સંરક્ષણ ગૃહમાં જમા કરાવી દેવા આદેશ આપ્યો છે.

 'મારે યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું', રાજકોટ લવજેહાદ કેસમાં નવો વળાંક

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે વિધર્મી યુવકે યુવતીને લવ જેહાદમાં ફસાવી હોવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. વિધર્મી યુવક મહેબુબ બુખારીની હેબિયર કોપર્સની અરજી હાઇકોર્ટે ફગાવી છે. યુવતીનો કબજો લેવા મહેબુબ બુખરીએ હાઇકોર્ટમાં હેબિયર કોપર્સની અરજી કરી હતી. 

હાઇકોર્ટમાં યુવતીએ નિવેદન આપ્યું હતું કે, 'મારે એ યુવક સાથે નથી રહેવું, હું મારા કેરિયર પર ફોક્સ કરવા માગું છું''''. જેથી હાઇકોર્ટે બે દિવસમાં તમામ ડોક્યુમેન્ટ મહેબુબે નારી સંરક્ષણ ગૃહમાં જમા કરાવી દેવા આદેશ આપ્યો છે. યુવતીને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવશે. 

યુવતીના માતાએ આજે નિવેદન આપતા કહ્યું હતું કે, મારી દીકરીને ત્યાં જવું નહોતું. હવે દીકરીને સમજાયું છે. મારી દીકરીએ કોર્ટમાં કહ્યું હતું કે, છોકરાના દબાણ અને વકીલના દબાણ થી માતા પિતા પર આક્ષેપો કર્યા હતા. સરકાર પાસે માંગ છે કે આ પ્રકારે થયેલા લગ્નો અટકાવવામાં આવે. સરકાર વહેલો આ કાયદો લાવે કે જેથી દીકરી કે દીકરો માતા-પિતાની સહી વગર લગ્ન ન કરી શકે. દરેક વ્યક્તિ પોતાના જ સમાજમાં લગ્ન કરે તેવી અપીલ કરી હતી. સામાજિક અગ્રણી વિજય વાંકે કહ્યું હતું કે, મહેબુબ બુખારીએ વશીકરણ કર્યું હતું. 

જોકે દીકરીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે જે હાલ નારી સંરક્ષણ ગૃહમાં છે. પરંતુ થોડા દિવસોમાં માતા-પિતાને મળે તેવા પ્રયાસ કરીએ છીએ. એટલું જ નહીં લવ જેહાદ જેવા કિસ્સામાં યુવતીઓના માતા-પિતાએ ડરવાને બદલે સામાજિક અગ્રણીઓનો સંપર્ક કરવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news