સંદીપ વસાવા/સુરત: વધુ એક વાર કડક પોલીસનું નરમ રૂપ જોવા મળ્યું. સુરતની કીમ પોલીસે વૃદ્ધાઆશ્રમને દત્તક લીધું છે. પોતાના પગારમાંથી આર્થિક મદદ કરી વૃદ્ધાશ્રમ રહેતા વૃદ્ધોને પારિવારિક સહાનુભૂતિ પુરી પાડી રહ્યા છે. વૃદ્ધોની જમવા, કપડાં સહિત સ્વાસ્થ્યનું રેગ્યુલર ચેકઅપ માટે પોલીસ તત્પર છે. પોલીસનું આ રૂપ જોઈ વૃદ્ધાઆશ્રમ રહેતા વૃદ્ધોની આંખો હર્ષ સાથે છલકાઈ ઉઠી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન


કોરોના કાળમાં પોલીસનું કઠોર અને નરમ બંન્ને રૂપ આપણે જોયા છે. પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના જેવી ભયાનક જીવલેણ રોગમાં પણ લોક સેવામાં ખડેપગે ઉભેલા જોયા છે. એટલે જ પોલીસને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ કહેવાયા છે. આ સાથે સેવા, સુરક્ષા અને શાંતિના સંદેશા સાથે પ્રજાની સહાયતા માટે સદા તત્પર રહેતી સુરત જિલ્લા પોલીસનું માનવીય અભિગમ કેવળાય રહે તેમાટે માનવતા ભર્યું કાર્ય જોવા મળ્યું છે. 


અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા


આમ તો પોલીસ દ્વારા કોરોના કાળમાં ગાઇડ લાઈનનું પાલન કરાવવાની વાત હોય કે પછી પ્રજાને વ્યાજના દુષણમાંથી બહાર લાવવા માટે લોન ધિરાણ અભિયાન હોય અંતર્ગત જન જાગૃતિની વાત હોય, ખાસ સિનિયર સીટીઝન લોકોને પોલીસ SHE ટિમ દ્વારા સારબર ફ્રોડ વિશે માહિતી આપી જાગૃતિ ફેલવાય રહી છે. ત્યારે વધુ એકવાર પોલીસનું લોક સેવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત જિલ્લાની કીમ પોલીસે સાબિત કરી બતાવ્યું છે. કીમ પી.એસ.આઇ જે.એસ રાજપૂત અને પોલીસ સ્ટાફ દ્વારા કીમમાં આવેલ વૃદ્ધાશ્રમને દત્તક લઈ ખુબજ ઉમદા કાર્ય કરી માનવતા મહેકાવી છે. 


ગુજરાતમાં કોરોનાના 'વળતા પાણી'! કેસમાં મોટો ઘટાડો, પરંતુ વધારે ખુશ થવાની જરૂર નથી


થોડા મહિના અગાઉ ચૂંટણી સમયે બહારથી આવેલ પોલીસના રહેઠાણની વ્યવસ્થા કરવા માટે કીમ પીએસઆઇ જે.એસ રાજપૂત "માં બાપ" વૃદ્ધાશ્રમ પર જવાનું થયું. પુત્રો અને સગા સંબંધીઓથી તરછોડાયેલ કે અન્ય રીતે દુઃખી અને જીવનના આખરી પડાવ પર આવી ઉભા રહેલા વૃધ્ધોને જોઈ ખાખી વર્ધીમાં રહેલા આ પોલીસ અધિકારીને વૃધ્ધો પ્રત્યે અનુકમ્પા જાગી. પીએસઆઇ જે.એસ.રાજપૂત દ્વારા વૃદ્ધાશ્રમને દત્તક લેવાની પહેલ અન્ય સ્ટાફ મિત્રોએ હર્ષ સાથે વધાવી લીધી.


કેદી નંબર 17502...સાબરમતી જેલના દસ્તાવેજોમાં આ રીતે દફન થઈ જશે 'અતીકનું અતિત'


પોલીસે એટલું જ નહિ પરંતુ પોતાના પગારમાંથી દર મહિને આર્થિક મદદ ભેગી કરી કાયમ આ વૃદ્ધ આશ્રમમાં મદદ કરવાનું નક્કી કર્યું છે. આ પહેલની શરૂઆત કરી કીમ પોલિસ સ્ટેશનનો સ્ટાફ ફળફળાદી લઈ વૃદ્ધાશ્રમ પર પહોંચ્યો હતો. વર્ડી માં સહાનુભૂતિ હૂંફ સાથે વૃદ્ધઆશ્રમ ખાતે પહોંચેલી પોલીસ ને જોતા વૃદ્ધાઆશ્રમ રહેતા વૃદ્ધોના આંખોમાં પરિવારરૂપી હર્ષ જોવા મળ્યો. 


તારક મહેતાની જાણીતી અભિનેત્રી ગુજરાતની મુલાકાતે; ખોડલધામમાં કર્યા દર્શન, જુઓ PHOTOs


આ સાથે સાથે વૃધ્ધોને નાસ્તો, ભોજન, મેડિકલ સહિત વર્ષ દરમિયાન યાત્રા પણ કરાવશે તેમ જાણવા મળે છે. કીમના બે ભાઈઓ વિરજીભાઈ અને વિનોદભાઈ દ્વારા 2014 થી વૃધ્ધાશ્રમ ચલવવામાં આવે છે. હાલમાં 8 જેટલા વૃધ્ધો આ વૃદ્ધાશ્રમમાં રહે છે. ત્યારે કીમ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમને દત્તક લેતા વિરજીભાઈએ ખુશી સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


ડમીકાંડમાં SITની તપાસમાં વધુ એક મોટો ધડાકો: PSI જ બેઠો ડમી તરીકે પરીક્ષા આપવા, પછી..


કહેવાય છે કે યુનિફોર્મ ની કિંમત ત્યારે વધે છે, જ્યારે માતા બહેનો, પીડિત, શોષિત વંચિત માટે કઈ કરવાની આકાંક્ષા અંતરમાં જાગે છે. આજ વાક્યને ખરા અર્થમાં સાકાર કરતી સુરત જિલ્લાની કીમ પોલીસ અભિનંદનના અધિકારી બની છે. પીએસઆઇ જે,એસ રાજપૂત અને સમગ્ર પોલીસ સ્ટાફને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા દિલ થી સલામ છે.


મહાબલી રાવણને રાજા સહસ્ત્રાર્જુને કર્યો હતો કેદ, આ મહાન ઋષિએ કરાવ્યો હતો મુક્ત