સાબરમતી જેલના રહસ્યો અતીકની સાથે બન્યા 'અતિત'! જેલમાં બેઠાં-બેઠાં આ રીતે કરતો ગેંગ ઓપરેટ

Atiq Ahmed News: ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદની પ્રયાગરાજમાં હત્યા થઈ ગઈ છે, પરંતુ સાબરમતી જેલમાં કેદી નંબર 17502 તરીકે અતીક અહેમદનું નામ હજુ પણ નોંધાયેલું છે. હત્યાના 60 કલાક પછી પણ પ્રયાગરાજ પોલીસે હજુ સુધી જેલ પ્રશાસનને કોઈ માહિતી આપી નથી.

 સાબરમતી જેલના રહસ્યો અતીકની સાથે બન્યા 'અતિત'! જેલમાં બેઠાં-બેઠાં આ રીતે કરતો ગેંગ ઓપરેટ

Atiq Ahmed News: પ્રયાગરાજમાં માર્યા ગયેલા યુપી માફિયા અતીક અહેમદનું નામ સાબરમતી જેલમાં કેદી નંબર 17502 તરીકે નોંધાયેલ છે. ઉમેશ પાલ હત્યા કેસ સંબંધમાં પૂછપરછ માટે યુપી પોલીસ તેને 11 એપ્રિલે સાબરમતી જેલમાંથી લઈ ગઈ હતી. ત્યારબાદ અતીક અહેમદની કસ્ટડી યુપી પોલીસને આપવામાં આવી હતી. આ પછી યુપી પોલીસે અતીક અહેમદને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 

અતીકના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ પ્રયાગરાજમાં અતીકની હત્યા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી યુપી પોલીસે અતીકની હત્યા અંગે ગુજરાતની સાબરમતી જેલને સત્તાવાર રીતે જાણ કરી નથી. જેલ પ્રશાસનનું કહેવું છે કે યુપી પોલીસ પાસેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ અતીકનું નામ કેદીઓની યાદીમાંથી હટાવવામાં આવશે. આ માટે આખી પ્રક્રિયા પણ છે.

અતીકની સાથે સાબરમતી જેલનાં તમામ રહસ્ય દફન થઇ ગયાં છે. સેન્ટ્રલ જેલમાં અતીક અહેમદને ફોનની સુવિધા મળી ના હોત તો કદાચ ઉમેશ પાલની હત્યા થઇ ના હોત કે પછી જીશાન પાસે પાંચ કરોડની ખંડણી પણ મંગાઇ ના હોત. અતીક અહેમદ રૂપિયાના જોરે સાબરમતી સેન્ટ્રલ જેલથી બેઠાં બેઠાં યુપીની ગેંગ ઓપરેટ કરતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. તાજેતરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતની તમામ જેલમાં એકસાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો, જેની પાછળનું કારણ અતીક અહેમદે જેલમાં બેઠાં બેઠાં કરેલાં પરાક્રમો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. 

ડેથ સર્ટિફિકેટની જોવાઈ રહી છે રાહ
સાબરમતી જેલના દોષિત કેદીઓની યાદીમાંથી અતીક અહેમદનું નામ ત્યારે જ હટાવવામાં આવશે, જ્યારે યુપી પોલીસ દ્વારા ગુજરાતની સાબરમતી જેલમાં ડેથ સર્ટિફિકેટ સત્તાવાર રીતે આપવામાં આવશે. આ પછી જેલ પ્રશાસન અતીક અહેમદનું નામ હટાવી દેશે. ઉમેશ પાલના અપહરણમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય અદાલત દ્વારા દોષિત ઠેરવ્યા બાદ અતીક અહેમદને દોષિત કેદી તરીકે 17502 નંબર આપવામાં આવ્યો હતો. 

એટલું જ નહીં, જેલ પ્રશાસને અંડર ટ્રાયલ કેદીમાંથી દોષિત કેદી હોવાના કારણે બેરેક પણ બદલી નાખી હતી અને અતિકને હાઈ સિક્યોરિટી એરિયામાં આવેલી 200 ઢોલી બેરેકમાં બંધ કરી દીધો હતો. જેલના એક અધિકારીએ જણાવ્યું કે મીડિયાના ધ્યાન પર એવી માહિતી આવી છે કે સાબરમતી જેલના કેદી નંબર 17502ની હત્યા કરવામાં આવી છે, પરંતુ જેલ મેન્યુઅલ મુજબ, પ્રયાગરાજ પોલીસને અતીકની કસ્ટડી આપવામાં આવી હતી. તે જ પોલીસ દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને પછી અતીક અહમદનું નામ કેદીઓની સૂચિમાંથી દૂર કરવામાં આવશે. પછી આ નંબર અન્ય કોઈને ફાળવવામાં આવશે નહીં.

46 મહિના સુધી સાબરમતીમાં રહ્યો અતીક
ચાર વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂકેલા અતીક અહેમદના છેલ્લા દિવસો સાબરમતી જેલમાં વિતાવ્યા હતા. જાન્યુઆરી 2019માં સુપ્રીમ કોર્ટના આદેશ પર સાબરમતી જેલમાં મોકલવામાં આવેલા અતિકને અંડરટ્રાયલ તરીકે લગભગ 45 મહિના જેલમાં વિતાવ્યા હતા. 46 મહિનાના અંતે જ્યારે તેને ઉમેશ પાલ અપહરણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો, ત્યારે તેને દોષિત કેદી તરીકે રાખવામાં આવ્યો. સાબરમતી જેલની ચાર દિવલોમાં 60 વર્ષના અતીક અહેમદના જીવનના આશરે 3 વર્ષ અને 10 મહિના પસાર થયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news