સુરત : ગોટાલાવાડી ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નિષ્ફળ ઇજારેદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા  અરગ્ર્ત 1304 પરિવારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્ર્તો ભુખહડતાળ કરી રહ્યા છે. આ સાથે જ શાકોની હાય હાય બોલાવી હતી. ઇજારેદારે ભાડા સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતા તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મુક્યો છે. દરમિયાન ભુખ હડતાળ કરી રહેલી એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી છે. જેથી તેને સ્થળ પર જ સારવાર આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ: તલાલાના વીરપુરમાં દીપડો પાંજરે પુરાયો, શિક્ષકને ફાડી ખાધા હતા

અસરગ્રસ્તોએ જણાવ્યું કે, ઇજારેદાર જે.પી ઇસ્કોન સ્ટેન્ડીંગ કમિટીમાં રૂબરુ હાજર થઇને 1304 પરીવારને ભાડુ આપવાનું તેમજ બાંધકામ ચાલુ કરવાનું હકારાત્મક નોટરી અંગેનું બાંયેધરી પત્ર રજુ કર્યું હતું. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ બિલ્ડરને ખોટી રીતે બ્લેક લિસ્ટ કરીને 1304 પરીવારના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. જો કદાચ આ નોકરી કરેલી બાંયધરી પત્રનો ઉપયોગ કરી બિલ્ડર કોર્ટમાંથી સ્ટે લાવશે તો અસરગ્રસ્તોનું શું થશે ? હાલમાં મંદીના માહોલમાં નવો કોઇ બિલ્ડર આવે તેવું દેખાતું નથી. 


Gujarat Corona Update: રાજ્યમાં નવા 1101 દર્દી, 805 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર દ્વારા પાલિકાની મુખ્ય કચેરીએ ભુખ હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાજપના પુર્વ કોર્પોરેટર પણ હડતાળમાં જોડાયા હતા. દરમિયાન એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી હતી. જેથી તેને સ્થળ પર જ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર