સુરત :  કોરોના સામે લડવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગીત બનાવનારા ગીતકાર વિજ્ઞાન પવાર કોરોના સામે 40 દિવસ સુધી લડત લડ્યા બાદ આખરે તેમણે હથિયાર હેઠા મુક્યા હતા. તેના અવસાનને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સાામાજિક આગેવાન વિજ્ઞાનભાઇ પવાર દ્વારા કોરોના મુદ્દે જાગૃતિ અંગે મરાઠી અને હિન્દી માધ્યમથી લોકોને જાગૃત બનાવવા માટે ગીત બનાવાયું હતું. જેથી કોરોના સંક્રમણથી લોકો ગીત સાંભળીને બચી શકે અને લોકોમાં જાગૃતિ આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન

જો કે પોતે 40 દિવસ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેથી 25 સપ્ટેમ્બરના રોજ તેમનું મોત નિપજ્યું હતું. મુળ મધ્યપ્રદેશના વતની અને સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજ્ઞાન પવારે મધ્યપ્રદેશમાં BA સુધીનો અભ્યાર કર્યો હતો. ત્યાર બાદ પત્રકારત્વ તરફ વળ્યા હતા. તેઓ એક સારા લેખક અને ગીતકાર પણ હતા. નશામુક્ત લોકોમાં અવેરનેસ લાવતા હતા. સમાજમાં ગરીબ લોકોને હંમેશા મદદરૂપ થતા હતા. તેઓએ મહિલાઓ પર થતા અન્યાય અત્યારાચ, બેટી બચાવો, નશામુક્ત, લેખ લખી ગીતોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવતા હતા. તેઓએ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 40 દિવસથી ચાલતી લાંબી સારવાર બાદ તેનું દુખદ નિધન થયું છે. 


વિવાદમાં નામ આવતા હકુભા જાડેજાની સ્પષ્ટતા, ‘માફિયા-ગુંડાતત્વો સાથે મારો કોઈ સંબંધ નથી’

દુ:ખદ નિધનથી તેમના ચાહકો શોકની લાગણી અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેઓની તસ્વીરો શેર કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પિત કરી રહ્યા છે. 65 વર્ષની ઉંમરે પણ તેઓ ખુબ જ સક્રિય રહેતા હતા. આ ઉપરાંત તેઓ હતાશ થયેલા યુવાનો માટે પણ માર્ગદર્શકની ભુમિકા નિભાવતા હતા. તેઓ સામાજીક સ્તરે ખુબ જ સક્રિય રહેતા હતા. લોકોની સતત મદદરૂપ થવા માટે અપીલ કરતા રહેતા હતા.


[[{"fid":"284528","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


(કોરોનાને કારણે સંગીતકાર વિજ્ઞાન પવારનું નિધન)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube