ચેતન પટેલ/સુરત: શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાને રાખી પાણીજન્ય રોગોના વધતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો, ઝાડા ઊલટીના દરદીઓની વધતી સંખ્યાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વધુ ધ્યાને કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સાથે જ પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટૂ ડોર સર્વેલન્સ, રેફરલ તથા પ્રચાર-પ્રસારની કામગીરી સઘન બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસ્કોન બ્રિજ: નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં ધકેલ્યો, તથ્યના 3 દિવસના રિમાન્ડ


પાલિકા આરોગ્ય અધિકારી ડોકટર રિતિકા પટેલે જણાવ્યું હતું કે આ વયજૂથના કિસ્સામાં જો આખો દિવસ વધુ વખત ઝાડા ઉલ્ટી થાય તો બ્લડ પ્રેશર૬૦ અતિ ઝડપથી નીચે જતું રહે છે અને શરીરમાંથી વધુ પ્રમાણમાં પ્રવાહી નીકળી જતા હાઈપોવોલેમિક શોકને પગલે ઈમરજન્સી સ્થિતિ આવી જાય છે ઘણીવાર નાનું બાળક કે વ્યક્તિ જીવ પણ ખોઈ બેસે છે. આ માટે અમે અપીલ કરીએ છીએ કે ૧૦ વર્ષથી નાના બાળકો કે ૬૦ વર્ષથી વધુ વયના વડીલોને જો અડધા દિવસથી વધુ સમય વધુ પ્રમાણમાં ઝાડા ઉલ્ટી રહે તો તાકીદે તબીબી સલાહ- સારવાર લેવા હિતાવહ છે. 


આગામી 48 કલાક અતિભારે! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; આ વિસ્તારોમાં આભ ફાટ્યું!


ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા જ્યાંથી ફરિયાદો મળે છે ત્યાં ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અઠવા ઝોનના અવધ એરકોલ બાંધકામની લેબર કોલોનીમાં છેલ્લા ૩ દિવસમાં ઝાડા-ઉલ્ટીનાં કેસો નોંધાતા ઝોનનાં આરોગ્ય વિભાગની ૮ જેટલી ટીમના ૨૮ સભ્યો દ્વારા તા.૧૯- ૨૦ જુલાઈનાં રોજ નાયબ આરોગ્ય અધિકારી અને જંતુનાશક અધિકારીની સીધી દેખરેખ હેઠળ કુલ ૩૯૦ ઘરોમાં ૧૭૫૯ જેટલી વસ્તીમાં સર્વે કરવામાં આવ્યો છે. 


ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છલકાયો! પાલીતાણા અને તળાજાના 17 ગામોને કરાયો એલ


જેમાં સામાન્ય ઝાડા-ઉલ્ટી તથા તાવનાં ૫૩કેસ મળી આવ્યા હતા. મેલેરીયા માટે ૪૧ જેટલા રેપીડ ટેસ્ટ કરાતા, એમાંથી ૧ જ મેલેરીયા પોઝીટીવ કેસ મળી આવ્યો છે. તેમજ લેબર કોલોનોમાંથી ૪૧૦ કામદારોના બ્લડ સેમ્પલ લઇ લેબોરેટરી ખાતે મલેરીયાની તપાસ માટે મોકલી અપાયા છે. આમ કુલ ૫૪ કેસ મળી આવતા તમામને પ્રાથમિક સારવાર તેમજ ઓ.આર.એસ. આપી તાકીદની કાર્યવાહી કરવામાં આવી હતી.


દાદીમાના આ નુસખાથી 7 દિવસમાં અટકી જશે ખરતા વાળ, કોઇ આડઅસર પણ નહી થાય


આરોગ્ય વિભાગની મોબાઈલ મેડીકલ ટીમ અને ઝોનના આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે. પાણીને સ્વચ્છ રાખવા માટે ૩૩૦૦ જેટલી કલોરીન ટેબલેટ પણ અપાઈ રહી છે. ઝાડા-ઉલ્ટી માટે ઉપયોગી ઓ.આર.એસ. પાવડર તેમજ ૧૫૦૦ થી વધુ માહિતીપૂર્ણ પેમ્ફલેટનું વિતરણ કરી આરોગ્યલક્ષી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. 


'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો


મનપા દ્વારા ૧૯૦ જેટલા કલોરીન ટેસ્ટ પણ કરાયા છે. અને વિવિધ સ્થળેથી પાણીના નમૂનાઓ લઇ લેબોરેટરી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ અઠવા ઝોન સહિતના વડોદ, પાંડેસરાના અસરગ્રસ્ત વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાના પાણીનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે. વધુમાં અવધ એલની લેબર કોલોનીનાં ૧૯૦ જેટલા ઘરોમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી છે.


Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત