ઇસ્કોન બ્રિજ અકસ્માત: નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટે જેલમાં ધકેલ્યો, તથ્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોની જિંદગી છીનવી લેનાર નબીરો અને પિતાને જ્યારે કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો.

ઇસ્કોન બ્રિજ અકસ્માત: નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટે જેલમાં ધકેલ્યો, તથ્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોની જિંદગી હણનાર તથ્ય પટેલ અને તેમના પિતાને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા છે, ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને સીધા જેલમાં ધકેલાયા છે. કોર્ટે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. જ્યારે તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર કોર્ટે તથ્ય પટેલના 24 તારીખ સાંજે 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. તમને જણાવી દઈએ કે જજ ડી.એમ.બાવિસીની કોર્ટમાં બન્ને આરોપીઓને રજૂ કરાયા છે. વિશેષ તપાસ સમિતિ દ્વારા સમગ્ર કેસની તપાસ માટે રિમાન્ડની માગ કરવામાં આવશે. સ્પેશિયલ પીપી તરીકે પ્રવીણ ત્રિવેદીની નિમણુક થઈ છે. 

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોની જિંદગી છીનવી લેનાર નબીરો અને પિતાને જ્યારે કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસે કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં હાજર આવ્યો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી. 

પોલીસે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. સરકારી વકીલે આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. કારમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર આપતો નથી. આરોપી રાતે કઇ રેસ્ટોરાંમાંથી આવ્યો એની પણ તપાસની જરૂર છે. કોર્ટે આરોપીને પૂછ્યું કોઈ ફરિયાદ તો નથી ને..આરોપીએ કહ્યું ના...

બચાવપક્ષના વકીલની દલીલો
આરોપીના વકીલ નિસાર વૈદ્યની રજૂઆત કરી હતી કે 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થઈ. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને ઢોર માર માર્યો. જેના કારણે ઘટનાસ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. મારનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આરોપીનાં માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટનાસ્થળે ગયા. આની પાછળ પોલિટિકલ મોટિવ છે. આરોપીના માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટના સ્થળે ગયા, આની પાછળ પોલિટિકલ મોટિવ છે. સિમ્સ હોસ્પિટલમા આરોપીના માથાના બે વાર સિટીસ્કેન થયા. રાત્રે 12.30 બનાવ બને છે. ત્યાં એક એક્સીડેન્ટ પહેલાથી હતો, પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ મુક્યા નહીં. ફરિયાદ પ્રમાણે આરોપીએ હોસ્પિટલમાં ટાઈમ પાસ કર્યો. ચાર કલાક જે સારવાર થઈ તે વિશે ડોક્ટરને પૂછવું હતું. જેગુઆર કારની તપાસમાં આરોપીની હાજરીની જરૂર નહીં. 

બચાવપક્ષના વકીલે વધુમાં જણાવ્યું હતું કે, આ કાવતરુ કે મર્ડર નથી. કારમાં કોણ કોણ હતું તે લોકો તો સામેથી હાજર થયા છે. તમામ પાંચેય સામેથી હાજર થયા, એમના બ્લડ સેમ્પલ લેવાયા છે. આરોપીને આખા રસ્તામા કેટલી સ્પીડે ગાડી ચાલી તે ન કહી શકે. આરોપી કહે કે 20ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે. આ માટે FSL ની ટીમ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં ડેમોસ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી. નહીંતર તમે અને હું શા માટે છીએ ? મોબાઈલ ફોન પોલીસ પાસે છે, કોને કોને ફોન કર્યા તે જોઈ લો. જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે, કમ્પની પાસે માહિતી મંગાતા તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં હોય જ. આરોપી યુટ્યુબર અને કમ્પોઝર તેમજ સિંગર છે. આરોપીના અન્ય વિડિઓ મેળવવા તેની હાજરીની જરૂર નહીં. ગાળો બોલવા માટે કોઈ કલમ નથી, તેનો કોઈ સાક્ષી કે વીડિયો નહીં. આરોપી અને તેના પિતા ભાગ્યા નથી. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા, છોકરાને છુપાવ્યો નથી. CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું હતું કે નહીં તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદામાં આરોપીની ઉપસ્થિતીની જરૂર નથી. પોલિસે મને અસીલ સાથે મળવા દીધો નથી. મને અહીં 05 મિનિટ મળવા દેવાની છૂટ અપાય. અકસ્માતના કેસમાં હાઇપ ઉભો કરાય છે. 

નિસાર વૈધે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ટાંક્યું હતું કે, જસ્ટીસ પારડીવાલાનું જજમેન્ટ ટાંક્યું. પોલીસે ઇનવેસ્ટીગેશન પુરી કરીને ફરિયાદ દાખલ કરી. ગાડી માલિકના જવાબ લેવામાં તથ્યની ક્યાં જરૂર. પોલીસ સ્ટેશનના વીડિયો મીડિયા લાવે છે. જો આરોપીને માથામાં વધારે ઈંજરી થઈ હોય અને તે કસ્ટડીમાં મરી ગયો હોત તો? ઘટના સ્થળેથી પિતાએ પોલીસને 100 નમ્બર પર જાણ કરી કે હું તથ્યને cims હોસ્પિટલ લઈ જઉ છું. મીડિયા ઇનવેસ્ટીગેશનનો ભાગ નહીં.

સરકારી વકીલ:
ગાડીના માલિકે ગાડી આરોપીને શા માટે આપી તે પ્રશ્ન? Gps લોકેશન બતાવે અંદર કોણ બેઠું હતું તે નહીં? આરોપી ક્યાં ગયો હતો તે પણ પૂછવું જરૂરી. મોબાઈલ નથી મળ્યો, તેના મિત્રોનો પણ મોબાઈલ નથી મળ્યો. આરોપીના માતા-પિતાએ પોલીસને જાણ કરવી હતી તેઓ સીધા દીકરાને ઘટના સ્થળેથી લઇ ગયા. શુ પોલીસ આરોપીને હોસ્પિટલ ના લઈ જાત? આરોપીના પિતા ઘાયલોને કેમ હોસ્પિટલ ના લઈ ગયા? બચાવ પક્ષની દલીલ કોર્ટને ગેરમાર્ગે દોરવા. આરોપીને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારબાદ જ અટક કરાઈ. આરોપીની 05 કલાક પૂછપરછ કરી છે, અન્ય લોકોની પણ પૂછપરછની જરૂર. સ્પીડ FSL રિપોર્ટ કહેશે પણ શું આરોપીને પૂછવાનું નહીં. SIT ની રચના કરી હોય તો શું રિમાન્ડ ના આપાય ? આરોપીના પિતાએ ઘટના સ્થળના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી. બચાવ પક્ષની આર્ગ્યુમેન્ટ બેઝલેસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news